ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં વધુ સુધારો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં નોંધાયેલી મજબૂત ચાલના પગલે રૂપિયો તૂટ્યો છે. સ્થાનિક બજારમાં રૂપિયાએ ૬પની સપાટી વટાવી દીધી છે. આજે શરૂઆતે રૂપિયો ૬પ.૧પની સપાટી ખૂલ્યો હતો. દરમિયાન વૈશ્વિક બુલિયનમાં ભાવમાં ૦.૧ ટકાનો સુધારો નોંધાઇ ૧ર૭૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું છે. જેનાં પગલે શરૂઆતે સોનાના ભાવમાં વધુ રૂપિયા ૧પ૦નો ઉછાળો નોંધાઇ રૂ.૩૦,૭૦૦ના મથાળે ભાવ ખૂલ્યો હતો.

દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં ૦.૪ ટકાનો સુધારો નોંધાઇ ચાંદી ૧૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ કારોબારમાં જોવા મળી હતી. સ્થાનિક બજારમાં ચાંદીમાં રૂ.રપ૦નો ઉછાળો નોંધાઇ રૂ.૪૦,પ૦૦નું મથાળું વટાવી રૂ.૪૦,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યા હતા.

બુલિયન બજારમાં જાણકારોના જણાવ્યા પ્રમાણે નીચા ભાવે ખરીદી નોંધાતાં તો બીજી બાજુ ઇક્વિટી બજારમાં નોંધાયેલા પ્રેશર વચ્ચે સોના-ચાંદીમાં ભાવને સપોર્ટ મળ્યો છે.

You might also like