સોના અને ચાંદીના ભાવમાં વધુ ગાબડાં પડ્યાં

અમદાવાદ: ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં વધુ ગાબડાં પડ્યાં છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૫૦ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. રૂપિયાની સ્થિર ચાલના પગલે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૩૦,૦૦૦ની સપાટી તોડી નીચે ૨૯,૮૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ આજે શરૂઆતે ૪૦૦ રૂપિયાનો કડાકો જોવાઇ ચૂક્યો છે. આજે શરૂઆતે ચાંદીનો ૩૭,૪૦૦ના મથાળે ભાવ ખૂલ્યો હતો.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા ઘટાડા તથા રૂપિયાની સ્થિર ચાલ અને મોટા ફંડોની લેવાલી અટકતા ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે.

You might also like