સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી

અમદાવાદ: સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. ઇ‌ક્વિટી બજારમાં જોવા મળેલા પ્રેશર વચ્ચે આજે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ર૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ૩૧,૬૦૦ની સપાટીએ ભાવ ખુલ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું ૧ર૬૧ની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળી રહ્યું છે. ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ૦.૭ ટકાનો સુધારો નોંધાઇ ૧૬.ર ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ભાવ પહોંચી ગયા છે. દરમિયાન આજે સ્થાનિક બજારમાં ચાંદીમાં ર૦૦ થી રપ૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ૪૦,૦૦૦ની સપાટી વટાવી ૪૦,ર૦૦ની સપાટીએ ભાવ ખુલ્યા છે.

You might also like