સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં બંને તરફી વધ-ઘટ

અમદાવાદ: ફ્રાન્સમાં થયેલા હુમલાના પગલે સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં બંને તરફની વધ-ઘટ જોવા મળી છે. ફ્રાન્સ પર હુમલાના પગલે સોનાના વૈશ્વિક ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે ત્યાર બાદ ફ્રાન્સે સિરીયામાં હુમલો કરતાં સોનાના ભાવમાં ગાબડાં પડ્યાં હતાં અને તેની સીધી અસર જોવા મળી હતી. સ્થાનિક બજારમાં પણ સોનામાં ગઇ કાલે જે સુધારા તરફી માહોલ જોવા મળ્યો હતો તે અટક્યો હતો અને આજે શરૂઆતે સોનાના ભાવમાં ગાબડાં પડ્યાં હતાં.

આજે શરૂઆતે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને ૨૬,૦૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીના ભાવમાં પણ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ રૂ. ૩૪,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વ્યાજદર વધવાની શક્યતાઓ પાછળ વૈશ્વિક સોનાના ભાવમાં આગામી દિવસોમાં નરમાઇ તરફી ટ્રેન્ડ જોવા મળી શકે છે.

You might also like