ક્રૂડમાં ઘટાડો, જ્યારે સોના અને ચાંદીના ભાવ તૂટ્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. સાઉદી અરેબિયાએ જૂન મહિનામાં ક્રૂડના ઉત્પાદનમાં વધારો કર્યો હોવાના બહાર આવેલા સમાચાર પાછળ બ્રેન્ટ ક્રૂડનો ૧.૩૪ ટકાના ઘટાડે ૭૮.૧૭ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ જોવાયો હતો, જ્યારે નાયમેક્સ ક્રૂડનો ૧.૨૫ ટકાના ઘટાડે ૭૩.૨૨ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા હતા.

ક્રૂડમાં જોવાયેલા ઘટાડાના પગલે આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં રાહત જોવા મળી હતી. દરમિયાન વૈશ્વિક સોના-ચાંદી બજારમાં પણ સુસ્ત ચાલ જોવા મળી છે. આજે સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઇ ૩૧,૪૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઇ ૪૦,૦૦૦ની નીચે ભાવ જોવા મળ્યો હતો.

You might also like