આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટ્યા

અમદાવાદ: છેલ્લાં બે સપ્તાહથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટી રહ્યા છે. આજે શરૂઆતે ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડાની ચાલ જોવા મળી હતી. એક બાજુ ભાવ તૂટી રહ્યા હોવા છતાં નવી ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રૂપિયામાં મજબૂતાઇની ચાલના પગલે તથા આયાત ડ્યૂટીના ઘટાડા થવાના સેન્ટિમેન્ટ પાછળ આગામી દિવોસમાં સોના-ચાંદીમાં વધુ ઘટાડાની ચાલ જોવા મળે તેવી શક્યતા પાછળ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે શરૂઆતે સોનાના ભાવમાં વધુ રૂ. ૨૫૦નો ઘટાડો જોવાઇ ૨૯,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ. ૧૦૦૦ કરતા પણ વધુનો કડાકો જોવાઇ ચૂક્યો છે, જ્યારે ચાંદીનાે ભાવ રૂ. ૩૦૦ તૂટી ૩૭,૦૦૦ની સપાટીની નજીક ૩૭,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. છેલ્લા એક જ સપ્તાહમાં ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ. ૧૫૦૦થી વધુનો કડાકો જોવાઇ ચૂક્યો છે. બુલિયન વેપારીના જણાવ્યા પ્રમાણે ખરીદીના અભાવ વચ્ચે સોના-ચાંદીના ભાવ વધુ તૂટી રહ્યા છે.

You might also like