પાછલા એક સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવ વધુ પીગળ્યા

અમદાવાદ: પાછલા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં રૂ. એક હજારથી પણ વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે ત્યારે આજે શરૂઆતે ચાંદીના ભાવમાં ગાબડાં પડ્યાં હતાં. ૪૦,૦૦૦ની સપાટી તોડી ચાંદી ૩૯,૮૦૦ની સપાટીએ ખૂલી હતી.

સોનામાં પણ નેગેટિવ ચાલ જોવા મળી રહી છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું ૩૧,૬૦૦ની સપાટીએ ખૂલ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં રૂ. ૫૦૦થી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

વૈશ્વિક ઇક્વિટી બજારમાં જોવા મળી રહેલી પોઝિટિવ ચાલ તથા મોટા ફંડોની વેચવાલીના પગલે બુલિયન બજારમાં નરમાઇ જોવા મળી છે. આજે શરૂઆતે વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના ભાવ રૂ. ૧,૨૯૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં પણ વધુ ઘટાડો નોંધાઇ ચાંદી ૧૬.૪૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી હતી. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પોઝિટિવ માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે.

You might also like