Categories: Business

રાજ્યના બજેટમાં ઈ-કોમર્સ ઉપર ટેક્સ નાખવાની જાહેરાતનું સુરસુરિયું

અમદાવાદઃ રાજ્ય સરકારે પાછલાં વર્ષે બજેટ રજૂ કરતા સમયે ઇ-કોમર્સ કંપનીઓ પર ટેક્સ લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી. એટલે કે ઓનલાઇન ખરીદી કરતા સમયે એન્ટ્રી ટેક્સ નાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ત્યાર બાદ કઇ કોમોડિટી પર કેટલો અને કેવી રીતે ટેક્સ લેવામાં આવશે તે અંગેની સમગ્ર પ્રોસિજર કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયારીઓ કરી દેવાઇ હતી, પરંતુ કેટલાક ઇશ્યૂને લઇને વિવાદ ઊભો થતાં એક વર્ષ વીતી ગયું હોવા છતાં ઇ-કોમર્સ કંપનીઓ પર લાદવાની જાહેરાતનું સૂરસૂરિયું થઇ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.

વેટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હાલ વેટના જે કાયદા છે અને તેમાં ટેક્સ લાદવાની જે જોગવાઇ છે તે અંતર્ગત ઇ-કોમર્સ કંપનીઓ પર ટેક્સ લેવાની સરકારની જે દરખાસ્ત હતી તે સુસંગત નથી અને તેના કારણે બજેટમાં જાહેરાત કરાઇ હોવા છતાં પણ એક વર્ષનું વહાણું વીતી ગયું છતાં દરખાસ્તને અમલી બનાવી શકાઇ નથી. આ અંગે બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીશ ઈશાનીના જણાવ્યા પ્રમાણે સરકારે પાછલાં વર્ષે ઇ-કોમર્સ કંપનીઓ પર ટેક્સ નાખવાની દરખાસ્ત કરી હતી, પરંતુ કાયદાકીય જોગવાઇ અમલી નહીં બનાવી શકવાના કારણે એક વર્ષ થયું હોવા છતાં ઓનલાઇન પર્ચેઝિંગ પર ટેક્સ લાદવાની યોજના પર અમલવારી થઇ શકી નથી.

નોંધનીય છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિત અન્ય ચીજવસ્તુઓમાં વેટના દર ઊંચા હોવાના કારણે ઓનલાઈન મોબાઇલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું વેચાણ રાજ્યમાં ઊંચું થાય છે અને તેના કારણે રિટેલર્સને ભારે નુકસાન જાય છે અને તેથી ઓનલાઇન પર્ચેઝિંગ પર ટેક્સ નાખવાની પાછલાં કેટલાય સમયથી સ્થાનિક રિટેલર્સ માગ કરી રહ્યા હતા.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

21 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

21 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

21 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

21 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

21 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

22 hours ago