અમેરિકા જવું છે? તમારે સોશિયલ મીડિયાનો પાસવર્ડ આપવો પડશે

વોશિંગ્ટન: હવે અમેરિકા જતા વિદેશી પ્રવાસીઓને પોતાના બેકગ્રાઉન્ડની તપાસ માટે પોતાનો સોશિયલ મીડિયા પાસવર્ડ પણ આપવો પડશે. અમેરિકામાં આવતા વિદેશીઓની કડક ચકાસણીના ભાગરૂપે હવે આવું કરવામાં આવશે. અમેરિકન કોંગ્રેસની આંતરિક સુરક્ષા સમિતિની સુનાવણી દરમિયાન ગૃહ સુરક્ષા મંત્રી જોન કેલીએ જણાવ્યંુ હતું અમે હવે અમેરિકા આવતા વિદેશી નાગરિકોની વધુ સઘન તપાસ કરવા પર વિચારણા કરી રહ્યા છીએ. હવે અમે પાસવર્ડની સાથે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી માહિતી પણ માગી શકીએ છીએ.

કેલીએ જણાવ્યું હતું કે સાત દેશોના નાગરિકોની કડક તપાસનું કામ વાસ્તવમાં ઘણું અઘરું છે, પરંતુ જો તેઓ આવશેે તો અમે તેમને તેઓ કઇ વેબસાઇટ જુએ છે અને અમે તેમના પાસવર્ડની પણ માગણી કરીશું કે જેથી તેઓ ઇન્ટરનેટ પર શું કરી રહ્યા છે તેની તપાસ કરી શકાય. જો તેઓ આ બાબતમાં સહકાર આપવા માગતા ન હોય તો તેઓ અમેરિકા આવવાનો પ્લાન મોકૂફ રાખે. કેલીએ અમેરિકન કોંગ્રેસને જણાવ્યું હતું કે મુસ્લિમોની બહુમતી ધરાવતા સાત દેશોના શરણાર્થીઓ અને વિઝા અરજદારોની તપાસ માટે જે પગલાં વિચારવામાં આવી રહ્યાં છે તેમાંનું આ એક છે. જ્યારે અમેરિકાના ફેડરલ જજ સિરિયા, ઇરાક, ઇરાન, સોમાલિયા, સુદાન,લિબિયા અને યમનના મોટા ભાગના શરણાર્થીઓ અને પ્રવાસીઓના અમેરિકામાં પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂકતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિકયુટિવ ઓર્ડરને લઇને સુનાવણી કરી રહ્યા હતા ત્યારે જોન કેલીએ આવું નિવેદન આપ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like