કૂવામાં પડેલા બાળકને બચાવવા જતાં માતા અને સંતાનો સહિત ચારનાં મોત

અમદાવાદઃ ખેડા નજીક દેદરડા રોડ પર અાવેલા ખેતરના એક કૂવામાં અકસ્માતે પડી ગયેલા બાળકને બચાવવા જતાં માતા અને સંતાનો સહિત ચારના ડૂબી જવાના કારણે મોત થતાં અા ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ખેડા-દેદરડા રોડ પર અમીન ફાર્મ પાછળ એક કૂવાે અાવેલો છે. જેની નજીકમાં રમેશભાઈ વસાવા તેમના પરિવાર સાથે રહે છે. સાંજના સમયે કૂવાની બાજુમાં અાવેલી ગોરસ અાંબલીના ઝાડ પર તેમનો છ વર્ષનો પુત્ર રોનક ચઢ્યો હતો. અકસ્માતે તેનો પગ લપસતાં તે કૂવામાં ખાબક્યો હતો.

અા દૃશ્ય નજરે જોનારા બાળકની માતા રમીલાબહેને બાળકને બચાવવા કૂવામાં ઝંપલાવ્યું હતું. અા વખતે કૂવાની બાજુમાં રમી રહેલા તેના બે માસૂમ સંતાનો પણ માતાની પાછળ કૂવામાં પડ્યા હતા. અામ માતા અને ત્રણ સંતાનોનાં કૂવામાં ડૂબી જવાના કારણે મોત થયાં હતાં.

બનાવની જાણ થતાં ખેડા ફાયરબ્રિગેડે તાબડતોબ પહોંચી જઈ રાતના અંધારામાં જ ભારે જહેમત બાદ માતા અને ત્રણ પુત્રની લાશને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી. અા ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં હતાં અને ચોતરફ ગમગીની છવાઈ હતી. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like