અમદાવાદ :ભગવાન જગન્નાથજીએ ધારણ કર્યો ‘સોના વેશ’, દર્શન માટે ઉમટયા દર્શનાર્થીઓ

‘સોના વેશ’માં દર્શનઃ રથયાત્રાના એક દિવસ અગાઉ ભગવાન જગન્નાથજીએ ‘સોના વેશ’ ધારણ કર્યો હતો. આ સ્વરૂપનાં દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. પહેલી વાર વિશેષ પ્રકારના બનારસી મોતીનાં આભૂષણો ભગવાનને અર્પણ કરાયાં. મંદિરના પ્રાંગણમાં આવતી કાલ માટે ત્રણ રથ પણ તૈયાર થઈ ચૂક્યા છે.

અમદાવાદમાં 141મી જગન્નાથ યાત્રાના એક દિવસ અગાઉ પરંપરાગત રીતે ભગવાનના સોનાવેશના દર્શન ખુલા મુકવામાં આવ્યા હતા. સોનાવેશના દર્શન કરવા માટે જગન્નાથજી મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ જોવા મળ્યા હતા. જગન્નાથ મંદિર પ્રાંગણણાં જય જગન્નાથ, જય જગન્નાથ અને જય રણછોડ, માખણચોરના નારા ગુંજી ઉઠયા હતા. મંદિરમાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.

You might also like