આ મંદિરમાં માતાજીને થાય છે પરસેવો..

દેવભૂમિ હિમાચલ પ્રદેશના અનેક યાત્રાધામો છે. સાથે જ અહીં ફરવાના અનેક સ્થળો છે ત્યારે હિમાચલ પ્રદેશ પ્રવાસીઓ માટે આકર્ષનું કેન્દ્ર રહ્યું છે.  અહીં ચમ્બા જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધિ દેવીપીઠ ભલેઇ માતાનું મંદિર અનોખુ છે.

આ મંદિરમાં માતાના દર્શન માટે હજારો ભક્તો આવે છે. પરંતુ નવરાત્રીમાં અહીં ખૂબ જ ભીડ જોવા મળે છે. આ મંદિર તેની એક માન્યતાને કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકોને તેની પર અતૂટ વિશ્વાસ છે. અહીં એવી માન્યતા છે કે દેવી માતાની જે મૂર્તિ છે તે મૂર્તિમાંથી પરસેવો થાય છે. લોકો એમ પણ માને છે કે જે સમયે દેવીમાની મૂર્તિને પરસેવો થાય છે. તે સમયે અહીં જેટલા પણ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હોય છે તે તમામની મનની ઇચ્છા પૂરી થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે ભલેઇ એક એવું દેવીપીઠ છે.  જેના વિશે અહીંના પૂજારી એવું કહે છે કે દેવી માતા આ જ ગામમાં પ્રગટ થયા હતા. ત્યાર બાદ આ મંદિરની સ્થાપના થઇ હતી.

You might also like