ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે?

ઈશ્વર યહોવા આપણને સુખી જોવા તરસે છે. તે આપણને ખૂબ ચાહે છે એટલે જ તે આપણને પ્રેમથી જીવનનો માર્ગ બતાવે છે. જો આપણે ઈશ્વરને માર્ગે ચાલીશું, તેમની રીતે ભક્તિ કરીશું, તો સુખી થઈશું. અનેક મુસીબતોથી બચીશું. તેમની કૃપા આપણા પર રહેશે ? (સાયા ૪૮ઃ૧૭) પણ આજે તો દુનિયામાં ઘણા ધર્મો છે. બધા જ ધર્મોનું કહેવું છે કે, ‘અમે પણ ઈશ્વરનું જ્ઞાન આપીએ છીએ.’ પણ તમે પોતે બધા ધર્મો પર નજર નાખો. તેઓ બધા ઈશ્વર વિશે કંઈક જુદું જ શીખવે છે.

‘તમને થશે કે યહોવાને કેવી રીતે ભજવા જોઈએ ? એ જાણવા તમારે અનેક ધર્મોમાં ફાંફાં મારવા નહિ પડે. તમારે ફક્ત બાઈબલનું ખરું શિક્ષણ લેવાની જરૂર જાય છે. દાખલા તરીકે, ઘણા દેશોમાં બનાવટી ચલણી નોટો ફેલાઈ ગઈ છે. જો તમારે અસલી નકલી નોટો જુદી પાડવાની હોય, તો તમે શું કરશો ? શું તમે નકલી નોટોની તપાસ કરવા બેસી જશો ? ના, એમ તો તમે ઘણો સમય બગાડશો. તમે ફક્ત અસલી નોટો પારખતાં શીખશો. એકવાર તમે અસલી નોટની નિશાની પારખતાં શીખી જાવ, એટલે નકલી પારખતાં વાર નહિ લાગે. એવું જ અસલી અને નકલી ધર્મનું પણ છે. તમે અસલી ધર્મ પારખતાં શીખશો. એટલે આસાનીથી નકલી કે જૂઠો ધર્મ પારખી શકશો. એ માણસોએ બનાવેલા ધર્મો છે, જેનું મૂળ શેતાન છે. આ ધર્મો યહોવાની વિરુદ્ધમાં જાય છે. તેઓ બાઈબલનું સનાતન સત્ય શીખવતા નથી.

આજે ઘણા માને છે કે બધા જ ધર્મો ઈશ્વર પાસે લઈ જાય છે. પણ બાઈબલ એમ શીખવતું નથી. ‘હું ઈશ્વરને ભજું છું.’ એટલું જ કહેવું પૂરતું નથી. ઈશ્વર ભક્ત પાઉલે કહ્યું ઃ ‘તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેઓનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ ઢોંગી, આજ્ઞા, તોડનારા અે કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નકામા છે.’ (તિતસ ૧.૧૬) ઈશ્વરની કૃપા મેળવવા આપણે એ જાણવું જોઈએ કે તે કેવી ભક્તિ ચાહે છે. પછી એ જ પ્રમાણે ઈશ્વરને ભજીએ, એ જ પ્રમાણે જીવીએ. જેઓ એમ નથી કરતા તેઓને ઈસુ ‘ભૂંડું કરનારા’ કહે છે. (માથ્થી ૭ઃ૨૧-૩) જેમ નકલી પૈસા નકામા છે, તેમ નકલી ધર્મો નકામા છે. અરે, એ ફક્ત નકામા જ નથી. તેમને નુકસાન કરશે. તમારા માટે એ ઘણા જોખમી છે. યહોવા આપણને સુખી જીવનનું વરદાન આપે છે. એવું વરદાન, જેમાં આપણે કદીયે મરીશું નહિ ! એ મેળવવા તમારે શું કરવું જોઈએ ? યહોવા કહે એવી જ રીતે તમને ભજો.

હમણાંથી એવું જ જીવન જીવો. પણ અફસોસ ! આજે ઘણા લોકો એમ કરવા તૈયાર નથી. એટલે જ ઈસુએ કહ્યું ઃ “તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે, કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.’ (માથ્થી ૭ઃ૧૩, ૧૪) યહોવાનો ધર્મ જીવનના મરા્ગે લઈ જાય છે. પણ નકલી ધર્મ વિનાશમાં લઈ જાય છે. હા, માણસોએ બનાવેલા સર્વ ધર્મોનો નાશ થશે, જે શેતાનથી આવ્યા છે. કેમ ? કારણ કે તેઓએ યહોવાનો નકાર કર્યો છે. પણ યહોવા નથી ચાહતા કે કોઈ પણ માણસ જીવન ગુમાવે. તેમની આરઝુ છે કે સર્વ તેમના વિશે શીખે. તેમની ભક્તિ કરે. એટલે જ તે બધાને હમણાં મોકો આપે છે કે તેઓ જીવનનું વરદાન પસંદ કરે. (૨ પિત૨ ૩ઃ૯) ઈશ્વરના કહેવા પ્રમાણે તેમને ભજવું ખૂબ જરૂરી છે. એ આપણા માટે જીવન-મરણનો સાવાલ છે !

You might also like