ભગવાન શિવનાં હર્ષાશ્રુ એટલે રુદ્રાક્ષ

ભગવાન શિવ અેટલે રુદ્ર. રુદ્રનાં અશ્રુ એટલે રુદ્રાક્ષ. રુદ્ર નામ જપતાં જ રુદ્રાક્ષનું સ્મરણ થાય. શિવ એટલે કલ્યાણ. જ્યારે જીવનું શિવ સાથે મિલન થાય એટલે સર્વત્ર કલ્યાણ જ કલ્યાણ. ભગવાન શિવનાં નેત્રમાંથી ટપકેલાં અાંસુમાંથી રુદ્રાક્ષનાં વૃક્ષ ઊગી નીકળ્યાં. જે તે ધારકને અનેક પ્રકારના ફાયદા થાય છે. બીલીપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ િશવનાં અંગરાંગ અાભૂષણ છે. જે ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે એક વખત ભગવાન શિવનાં નેત્રોમાંથી હર્ષાશ્રુ ટપક્યાં. હવે અા તો િશવનાં હર્ષાશ્રુ. જઈ પડ્યા સીધા હિમાલય પર્વત ઉપર. જેવાં નેત્રબિન્દુ ટપક્યાં તેવાં જ ત્યાં નાના નાના છોડ રુદ્રાક્ષનાં રાક્ષસરાજ ત્રિપુરાસુરનો વધ થયો ત્યારે ભગવાન શિવના નેત્રમાંથી હર્ષાશ્રુ ટપક્યાં. તેમાંથી રુદ્રાક્ષનાં વૃક્ષની ઉત્પત્તિ થઈ. શિવમહાપુરાણમાં પણ લખ્યું છે કે રુદ્રાક્ષ અે શિવનું જ સ્વરૂપ છે.

જુદા જુદા પ્રકારના જપ માટે જુદા જુદા પ્રકારની માળાઅો ઉપયોગ થાય છે. પ્રમાણ, મોતી, હળદર, સ્ફાટક, તુલસી, શંખ, કમળકાકડી, ચંદન વગેરેની માળાથી જપ કરવામાં અાવે છે. જે માળા જુદા જુદા જપ માટે શ્રેષ્ઠ છે. છતાં રુદ્રાક્ષની માળાથી જપ કરવામાં અાવે છે. જે માળા જુદા જુદા જપ માટે શ્રેષ્ઠ છે છતાં રુદ્રાક્ષની માળાથી જપ જપવાંથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. જે બાબતની અાપણે નોંધ લીધી છે.

નાનાં અામળાંના કદના રુદ્રાક્ષથી શક્તિ સાધકો શક્તિની ઉપાસના કરે છે. બોર જેટલાં અાકારની રુદ્રાક્ષની માળાથી ઘણા સાધકો જપ કરતા જોવા મળે છે. રુદ્રાક્ષનાં વૃક્ષ નેપાળનાં પર્વતીય ક્ષેત્રમાં િવશેષરૂપે જોવા મળે છે. રુદ્રાક્ષના મણકા ઉપર જુદી જુદી રેખા હોય છે. તેના અાધારે તે કેટલા મુખ ધરાવે છે તેનો ખ્યાલ અાવે છે.

કહેવાય છે કે રુદ્રાક્ષમાં લોહતત્ત્વ િવશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેથી જે સાચા રુદ્રાક્ષ હોય છે તે વજનમાં ભારે હોય છે. સાચા રુદ્રાક્ષમાં કુદરતી રીતે જ કાણાં પડેલાં હોય છે. સાચા રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે. કૃત્રિમ રીતે કાણાં પડેલા રુદ્રાક્ષ બનાવટી હોય છે. તેને જપ માટે મધ્યમ ગણવામાં અાવે છે.

રુદ્રાક્ષ ઉપર જેટલા કાપા હોય તેટલા મુખી રુદ્રાક્ષ કહેવાય છે. અેક મુખી રુદ્રાક્ષ જવલ્લે જ જોવા મળે છે. જો કે ઘણા સાધુ એકમુખી રુદ્રાક્ષ લઈને બજારમાં વેચવા અાવતા હોય છે. તે સાચા રુદ્રાક્ષ હોતા નથી. કુશળ શિલ્પી જોડે અા રુદ્રાક્ષનું લાકડા ઉપર નક્શીકામ કરવામાં અાવ્યું હોય છે. તેથી અાવા રુદ્રાક્ષ ઉપર બહુ વિશ્વાસ ન રાખવો.

દ્વિમુખી રુદ્રાક્ષને શિવ અને શક્તિ માનવામાં અાવે છે. ત્રિમુખી રુદ્રાક્ષ અે અગ્નિમુખ છે. ચતુર્મુખી રુદ્રાક્ષ અે બ્રહ્માનું સ્વરૂપ માનવામાં અાવે છે. છ મુખી રુદ્રાક્ષને કાર્તિક સ્વામીનું સ્વરૂપ લોકો માનતા હોય છે. કાર્તિક સ્વામીને છ મુખ છે સપ્ત મુર્ખી રુદ્રાક્ષ કામદેવનું સ્વરૂપ મનાય છે. અાઠ મુખી રુદ્રાક્ષ શ્રીગણેશજીનું સ્વરૂપ મનાય છે. નવ મુખી રુદ્રાક્ષને સાક્ષાત્ વિષ્ણુ છે. કારણ કે િવષ્ણુ ભગવાને દશાવતાર લીધા છે. અગિયાર મુખી રુદ્રાક્ષના શિવનો રુદ્રનો અવતાર મનાય છે. અાદિત્યનાં સ્વરૂપ પણ બાર છે. તેર મુખી રુદ્રાક્ષ કામદેવ છે. તો ચૌદ મુખી રુદ્રાક્ષ ચૌદ જીવનનાં દેવ છે. અામ રુદ્રાક્ષનાં અનેક નામ છે.
•શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like