સોનાના નીચા ભાવ છતાં ઘરાકી ઘટી

અમદાવાદ: જીએસટી બાદ સોનાની જ્વેલરી પર ત્રણ ટકાનો ટેક્સ લાદવામાં આવ્યો છે. હાલ સોનાના નીચા રૂ. ૨૯,૩૦૦થી ૨૯,૪૦૦ની સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે તેમ છતાં ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જીએસટી આવે તે પૂર્વે મોટા ભાગના રોકાણકારોએ તથા ખરીદદારોએ સોનું અને જ્વેલરી ખરીદી લીધાં હતાં. એટલું જ નહીં જ્વેલર્સ દ્વારા જૂના સ્ટોક પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટના આકર્ષણના કારણે જીએસટી આવે તે પૂર્વે જૂન મહિનામાં જ્વેલરી અને સોનાની મોટા પાયે ખરીદી જોવા મળી હતી, જેના પગલે હવે ખરીદીમાં સુસ્તી જોવા મળે છે.

જ્વેલર્સના કહેવા પ્રમાણે ચોમાસાની સિઝન બાદ ખેતીની નવી આવક શરૂ થતાં જ ગ્રામીણ વિસ્તારોની સોના-ચાંદીની ખરીદી વધી શકે છે. સેમી હોલસેલર તથા હોલસેલર પાસે હજુ પણ જૂનો સ્ટોક મોટા પ્રમાણમાં પડ્યો છે અને તેના કારણે આ જ્વેલર્સ હાલ સ્ટોક હળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like