બસ આટલી સરળ પૂજા વિધિ અને ગણેશજી તમારા પર પ્રસન્ન

દરેક મહિને શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ શ્રી સિદ્ધિ વિનાયક ચતુર્થી વ્રત કરવાનું વિધાન છે. વ્રત કરવાનું સામર્થ્ય ન હોયતો પુરાણોમાં કેટલીક વિશેષ વિધિયો અને ઉપાય બતાવ્યા છે જેને કરીને આપણે ગણાધિપતિને પ્રસન્ન કરી શકીએ છીએ. ગણેશની પૂજા ઉપાસનાથી પારિવારિક ક્લેશથી મુક્તિ મળે છે. વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થય છે.

શાસ્ત્રો મુજબ ગણેશજીને બે પત્ની રિદ્ધિ સિદ્ધિ અને પુત્ર શુભ અને લાભ બતાવ્યા છે. ભગવાન ગણેશ વિધ્નહર્તા છે અને તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ યશસ્વી, વૈભવશાળી અને પ્રતિષ્ઠિત બનાવનારી હોય છે અને શુભ લાભ દરેક સુખ સૌભાગ્ય આપવા સાથે તેને સ્થાયી અને સુરક્ષિત રાખે છે.

સૌ પ્રથમ ભગવાન લંબોદરને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો અને તેમના ચિત્રનું વિધિપૂર્વક પંચોઉપચાર પૂજન કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો, ચંદનની અગરબત્તી પ્રગટાવો. સફેદ ફૂલ ચઢાવો. શ્વેત ચંદનથી તિલક કરો. માવાના પેંડાનો નૈવૈદ્ય ધરાવો. બંને હાથમાં માવા અને શમીનાં કેટલાંક પાન લઈને ગણપતિજીની આ મંત્ર બોલતા અર્પિત કરો. પછી બંને હાથમાં અક્ષત(પૂર્ણ ચોખા) લઈને આ મંત્ર બોલતા બોલતા અક્ષત ગણેશજીને અર્પિત કરો.

કોઈપણ શુભ કાર્યની શરૂઆત વિધ્નહર્તાની આરાધનાથી થાય છે. સાધારણ પૂજા હોય કે ખાસ સૌથી પહેલાં તો ભગવાન ગણેશનું જ સ્મરણ કરવાનું હોય છે. ૩૩ કરોડ દેવી-દેવતાઓમાં માત્ર તેમને જ પ્રથમ પૂજ્ય હોવાનો અધિકાર મળ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રના મતે ભગવાન ગણેશને અનેક રૂપમાં પૂજવામાં આવે છે. તેમના દરેક રૂપનું અલગ મહત્વ છે. ઘરના મુખ્ય દરવાજાની ઉપર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી શુભ પ્રભાવ વધે છે. આ ઘરની સુખ શાંતિની રક્ષા સ્વયં ગણેશજી કરે છે. આ ઘરમાં નકારાત્મકતા કે વાસ્તુદોષ પ્રવેશ કરતાં નથી. ગણેશજી તેના ભક્તના દરેક કામ પૂર્ણ કરે છે.

ભગવાન ગણેશજીના અલગ અલગ સ્વરૂપની પૂજા મનોકામના અનુસાર પણ કરવામાં આવે છે. જેમકે સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગણેશની પૂજા,
વિદ્યાપ્રાપ્તિ માટે વિદ્યા ગણપતિ, ઘરમાં અશાંતિ હોય ભૂત પ્રેતની બાધા સતાવતી હોય તો નૃત્ય કરતાં ગણપતિની સ્થાપના કરવી જોઈએ. ગણેશજીનું આ સ્વરૂપ પ્રસન્નચિત્ત રાખે છે અને ઉપરોક્ત બાધાઓ દૂર કરે છે.•

ગણેશજીનાં પૂજનની સામગ્રી અને રીત
ગણેશ ચતુર્થી યાને વિનાયક ચર્તુથીનો ઉત્સવ ઉલ્લાસભેર ખાસ કરીને મોટા પાયે ભારતભરમાં ઊજવાય છે. ઘણા લોકો ગણેશજીની પૂજા ઘરે કરે છે. ઘરમાં ગણેશ પૂજા કરવામાં આવે છે તે અંગેની સમજ હિંદુશાસ્ત્ર (ધર્મગ્રંથ) મુજબ અહીં નીચે આપવામાં આવી છે.
પૂજનની રીત
• સૌ પ્રથમ ઘર સાફ કરવું અને પછી સ્નાન કરવું.
• ઊંચાં સિંહાસન ઉપર માટીની મૂર્તિ સ્થાપવી.
• ભગવાન ગણપતિની પ્રાર્થના કરો અને પછી મંત્રો અથવા ભજન કરી ગણપતિ ભગવાનને અર્પણ કરો.
• પછીનું પગલું ગણપતિની મૂર્તિમાં પ્રાણ પૂરવા કે જેને પ્રાણપ્રતિષ્ઠા કહે છે. ઋગ્વેદમાં પ્રાણપ્રતિષ્ઠાનાં મંત્રો આપવામાં આવ્યા છે કે તે ગણેશ સૂક્તનો ભાગ છે.
• ગણેશજીની માટીની પ્રતિમા(મૂર્તિ)
• લાલ ફૂલો
• દુર્વા
• લાડુ
• નારિયેળ
• લાલ ચંદન
• અત્તર અને અગરબત્તી

ગણેશ પૂજનની વિધિ
કેટલાક લોકો ષોડ્શોપચાર કરે છે તે ૧૬ ભાગોમાં ગણેશને ઋણપ્રદાન થાય છે.(આ ધાર્મિક ક્રિયા ખાસ કરીને ધર્મગુરુઓથી થાય છે, તમે પણ આ કરી શકો છો).
• ૨૧ દૂર્વા પધરાવો (ધરાવો)
• ૨૧ લાડુ ધરાવો
• લાલ ફૂલ પધરાવો
• ચંદન લાકડાનું ચંદનથી તિલક કરો
• નારિયેળ વધેરવું અથવા મૂર્તિ સાથે મૂકો.

તમો ભગવાન ગણપતિ ને ૧૦૮ વાર નમસ્કાર બોલીને અર્પણ કરી શકો છો અથવા ગણેશ ઉપનિષદ વાંચી શકો છો અથવા કંઇ નહી તો પ્રાર્થના કરી શકો છો.
૨૧ મુદ્રા, પાંચ જ્ઞાનેન્દ્રય, પાંચ કર્મેન્દ્રય, પાંચ પ્રાણાયમ, પાંચતત્વ અને મસ્તિકની મુદ્રા. ગણેશજી નું પુજન જ્યારે ઘરમાં કરીએ ત્યારે તમો મગ્ન રહી, સચેત થઇ આ બધું કરવું. સ્વરછ શરીર અને પવિત્ર મનથી કરવું ઘણુ જરૂરી છે.

You might also like