ઘરે બેઠા બનાવો ટેસ્ટી અને ચટાકેદાર કોબીજ મંચૂરિયન

મંચુરીયન કે જેને લોકો વધારે ખાવાની ટેસ્ટી આઇટમ તરીકે પસંદ કરે છે. તેવી જ રીતે આજે અમે તમને બનાવતા શીખવીશું કોબીજ મંચુરિયન કે જેનો લાજવાબ અને ટેસ્ટી સ્વાદ આજે પણ લોકોમાં રહી ગયો છે. અને જો એમાંય તમે ટેસ્ટી કોબીજ મંચૂરિયન ખાશો તો તમે જરૂરથી આંગળા ચાટતા રહી જશો.

કોબીજ મંચુરિયન બનાવવા માટેની સામગ્રી:
કોબીજ, કપ મેંદો- ૧ મીડીયમ
કોર્નફ્લોર- ૧ ચમચી
૧ લીલું મરચું સમારેલ
આદુની પેસ્ટ- ૧/૨ ચમચી
લસણની પેસ્ટ- ૧/૨ ચમચી
નાની સમારેલી ડુંગળી- ૧ કપ
લીલી કોથમીર
અજમો- ૧/૪ ચમચી
સોયા સોસ- ૨ ચમચી
ટામેટાનો કેચપ- ૨-૩ ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ- ૨ ચમચી

કોબીજ મંચુરિયન બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે એક પેસ્ટ તૈયાર કરો. જેનાં માટે તમે પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ એક ચમચી આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ લઇને બરાબર મિક્ષ કરી દો. અને હવે કોબીજનાં ટુકડાઓને તેમાં સારી રીતે વીંટાળી તેને ગરમ તેલવાળી કઢાઇમાં તે ભૂરા થાય ત્યાં સુધી તેને તળો.

હવે કોબીજ જ્યારે સારી રીતે એટલે કે બરાબર તળાઇ જાય ત્યારે તેને એક બાજુ પર મુકી દો. હવે એક બીજી કઢાઇ લો. ને તેમાં બાકીની વધેલી આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ તેમાં નાખો. પછી ધીમે-ધીમે તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચાંને ફ્રાય કરો.

હવે આમાં તમે સોયા સોસ તેમજ ટામેટાનો સોસ અને અજમો પ્રમાણસર નાંખો. પછી જ્યારે દરેક વસ્તુઓ એક થઇ જાય ત્યારે તેમાં તળેલી કોબીજને બરાબર મિક્ષ કરી લો. પછી જ્યારે કોબીજમાં આ બધાં જ મસાલા બરાબર મિક્ષ થઇ જાય ત્યારે તમારૂ કોબીજ મંચૂરિયન સંપૂર્ણ રીતે તૈયાર.

ત્યાર બાદ આ ગરમા-ગરમ કોબીજ મંચૂરિયન પર સમારેલ લીલી કોથમીર ઉપરથી ભભરાવો અને તેને મહેમાન માટે એક ડીશમાં સરસ રીતે સર્વ કરો.

You might also like