પ્રેમ કરી છેતરતા યુવકોથી બચવા છોકરીઓએ બકરીનું દૂધ પીવું જોઈએ, જાણો કેમ?

યુવતીઓ દ્વારા યુવકો સાથે પહેલા પ્રેમ સંબંધ બનાવવા અને પછી વિવાદ થતાં પ્રેમીની સામે બળાત્કારની ફરિયાદ કરવાના મામલે અને અન્ય મામલાઓનિ વિરુદ્ધમાં જ્વાલા શક્તિ સંગઠનની સંયોજક કાજલ જાદૌને એક અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન હેઠળ 6 માર્ચથી કાજલ જાદૌને તમામ પોલીસ સ્ટેશનોમાં જઈને દૂધની બોટલ અને એક મહિના સુધી બકરીનું દૂધ તેવી યુવતીઓને આપવા માટે કહી રહી છે, જે યુવતીઓ બધી જ બાબતમાં પુરુષોની સરખામણી કરી રહી છે.

જ્વાલા શક્તિ સંગઠનની સંયોજક કાજલ જાદૌન જણાવે છે કે, ‘જે યુવતીઓ અથવા મહિલાઓ બધા જ કાર્યોમાં પુરુષોની બરાબરી કરે છે. તેમનો પોતાનો સ્વતંત્ર બિઝનેસ પણ સંભાળતી હોય છે અથવા નોકરી પણ કરતી હોય છે. પોતાનું સારું ખોટું સમજતી હોય છે. પોતાના સંબંધીઓને પણ સારી રીતે ઓળખતી હોય છે. 18 વર્ષે જેમને ભારતમાં મતાધિકાર આપવામાં આવ્યો છે.’

તેમનું કહેવું છે કે, આટલી સમજુ મહિલાઓ પણ પુરુષોથી છેતરાઈ જતી હોય છે. તેમની સાથે સંબંધો રાખે છે અને અચાનક સંબંધોનું ભાન થતાં આવી મહિલાઓ પ્રેમી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી હોય છે અને ક્યારેક બળાત્કારની ફરિયાદ પણ નોંધાવે છે.

કાજલ જાદૌનનું કહેવું છે કે, જે મહિલાઓને પુરુષો સરળતાથી ફસાવી શકે છે તેમની માનસિક શક્તિ વધારવા અને દિમાગને તેજ કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બકરીનું દૂધ પીવાથી દિમાગ તેજ થાય છે, તેવું પણ કાજલનું કહેવું છે.

You might also like