આતંકવાદી જૂથ સાથે સંબંધના શકથી નિવૃત્ત મેજર જનરલના પુત્રની ધરપકડ

પણજી: આતંકવાદી જૂથ સાથે સંબંધોના શકથી સેનાના નિવૃત્ત મેજર જનરલના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સમીર હિન્દુ છે, જે કથિત રીતે મુસ્લિમ ધર્મમાં માને છે. ગોવા અેટીઅેસ છેલ્લા ત્રણ દિવસથી તેની પૂછપરછ કરી રહી છે, તેની પાસેથી કેટલાક દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.

પકડાયેલાે સમીર ચાર્ટર્ડ અેકાઉન્ટન્ટ છે. તે હોંગકોંગ, મલેશિયા અને સાઉદી અરબ સહિત કેટલાક દેશોમાં અનેક મ‌િલ્ટનેશનલ કંપનીઓ માટે કામ કરી ચૂક્યો છે. ગોવા પોલીસે સમીરની સોમવારે ધરપકડ કરી હતી. મીડિયાના અહેવાલ મુજબ સમીર વાસ્કો સ્ટેશન પર શકમંદ હાલતમાં ફરતો પકડાયો હતો. પોલીસને તેની પાસેથી પાંચ પાસપોર્ટ અને ચાર મોબાઈલ ફોન પણ મળ્યા હતા. ગોવાના ડીજીપી ટી.અેન. મોહનના જણાવ્યા અનુસાર હાલ આરોપી પાસેથી અેવું કંઈ મળ્યું નથી કે જેનાથી તેને કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડી શકાય. તેમ છતાં તેની હરકતો પર પોલીસને શંકા છે. તેથી તેની પૂછપરછ અને તપાસ પૂરી કરવામાં આવશે.

ગોવા અેટીઅેસનાં સૂત્રોનું કહેવું છે કે સમીર પાસેથી કેટલાક અેવા લેટર અને ઈ-મેેઈલ મળ્યા છે, જેમાં દેશમાં થયેલા બ્લાસ્ટનો ઉલ્લેખ અને વિગતો છે. તે આ અંગે સતત માહિતી મેળવી રહ્યો હતો. સમીરે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ કર્યું છે. હાલમાં તે મુંબઈ રહે છે. તાજેતરના દિવસોમાં તેનો વાસ્કો અને પણજીમાં સતત સંપર્ક રહ્યો છે. સમીર મૂળ દહેરાદૂનનો રહીશ છે. દહેરાદૂન પોલીસના આઈજી સંજય ગુંજાલના જણાવ્યા અનુસાર તેઓ ગોવા અેટીઅેસ પાસેથી સમીર અંગે માહિતી મેળવી રહ્યા છે, જોકે સમીરનો કોઈ ક્રિમીનલ રેકર્ડ નથી.

તે સારા પરિવારમાંથી આવે છે. સમીરનો અેક ભાઈ દિલ્હીમાં ડોક્ટર છે. પોલીસને શક છે કે સમીર ઈન્ટરનેટ દ્વારા કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હશે. હાલ તેનાં પરિવારજનો પાસે કેટલીક માહિતી માગવામાં આવી છે. સમીરના પિતાઅે તેની ધરપકડને ખોટી ગણાવી વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ દહેરાદૂન અને ગોવા પોલીસના સંપર્કમાં છે.

You might also like