હરાજીમાં માલ્યાના વિલાની એક પણ બોલી નહીં, 85 કરોડ બેઝ પ્રાઇઝ

પણજી: બુધવારે ગોવામાં કિંગફિશર કંપનીનો વિલા કોઇ પણ બોલી વગર હરાજી પૂરી થઇ ગઇ. ભૂતકાળમાં આ વિલાના માલિક 9 હજાર કરોડ રૂપિયાથી વધારે દેવું ન ચૂકવનાર આરોપી વિજય માલ્યા હતાં. ઇ ઓક્શનમાં આ વિલાની બેસ પ્રાઇસ 85.29 રૂપિયા રાખવામાં આવી હતી.

ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં 17 બેંકોએ મળીને આ વિલાની ઓનલાઇન હરાજી રાખી હતી. ઓનલાઇન હરાજી સવારે 11.30 થી 12.30 સુધી થવાની હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એક પણ બોલી આવી નહીં અને નિલામી પૂરી કરી દીધી.

વિજય માલ્યા ભૂતકાળમાં આ વિલામાં પાર્ટીઓ કરતાં હતા. યૂનાઇટેડ સ્પિરિટ્સની સાથે લાંબી કાનૂની લડાઇ પછી આ વર્ષના મે મહિનામાં વિલાનો કબ્જો બેંકોએ લઇ લીધો. બેંકોએ ઇચ્છુક બોલીદાતાઓ માટે વિલાનું નિરીક્ષણ કરવા માટે 26 27 સપ્ટેમ્બર તથા 5 6 ઓક્ટોબરની તારીખ રાખી હતી. આ ચાર દિવસોમાં અડધો ડઝન જેટલા લોકોએ યૂનિટ્સનું નિરીક્ષણ કરી લીધું.

You might also like