ગોવામાં પુલ તુટતા 50 તણાયા, 30 લોકો ગુમ, 2ના મૃતદેહ મળ્યા

ગોવાઃ ગોવામાં નદી પર બનેલો પુલ તૂટવાની ઘટના સામે આવી છે. પુલ તૂટવાથી લગભગ 50 લોકો નદીમાં તણાયા છે. જેમાંથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 30 લોકો હજી પણ ગુમ છે. ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દુર્ધટના દક્ષિણ ગોવાના કુરચોરેમમાં ગુરૂવારે સાંજે લગભગ 6.30 વાગે બની હતી. જ્યાંથી સંવોર્દેમ નદી પસાર થાય છે. જેની પર પગથી ચાલી શકાય તેવો પુલ હતો. આ પુલ પુર્તગાલી શાસનમાં બનાવવામાં આવ્યો હતો. અત્યાર સુધી 15 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.


મળતી માહિતી મુજબ એક યુવાને નદીમાં કુદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાયા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો નદી પાસે પહોંચ્યા હતા. પુલ પર લોકોની સંખ્યા વધી જતા પુલ તૂટી ગયો હતો. પુલ તુટવાને કારણે 50 લોકો નદીમાં તણાયા હતા. જો કે નદીનો પ્રવાસ વધારે ઝડપી ન હતો. કેટલાક લોકોને તરતા આવડતું હોવાથી તેઓ નદીમાંથી બહાર આવી ગયા હતા. હાલ ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

http://sambhaavnews.com/

You might also like