મનોહર પર્રિકર સારવાર માટે US જવા રવાના, પાણી ઘટવાની તકલીફની લેશે સારવાર

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર ફરીથી તબિયત લથડતાં હવે સારવાર માટે અમેરિકા જવા રવાના થઇ ગયા છે. મનોહર પર્રિકર મંગળવારે મોડી રાત્રે મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી અમેરિકા જવાના રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીના રોજ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પેંક્રિયાઝના ઇન્ફેક્શનની સારવાર પછી તેમણે 22 ફેબ્રુઆરીએ રજા આપવામાં આવી હતી.

જો કે ફરીથી તેમને શરીરમાં પાણી ઘટી જવાની અને બ્લડ પ્રેશરની તકલીફ ઉભી થવાથી 25 ફેબ્રુઆરીએ ગોવા મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાંથી તેમને 1 માર્ચના રોજ રજા આપવામાં આવી હતી.

મનોહર પર્રિકરની પાસે ગોવાના મુખ્યમંત્રી હોવા સાથે સાથે ફાઇનાન્સની પણ જવાબદારી છે. તેમના ખરાબ સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને આ વખતે ગોવા રાજ્યના બજેટ સત્રને 33 દિવસથી ઘટાડીને 4 દિવસનું કરવામાં આવ્યું હતુ. જો કે તેમને બીજી વખત દાખલ કરાયા તે પહેલા તેમણે બજેટ પણ રજૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મનોહર પર્રિકરને જ્યારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ ત્યાં પહોંચ્યા હતા. ગોવાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી સતત હોસ્પિટલના સંપર્કમાં હતા અને પર્રિકરના સ્વાસ્થ્યને અંગે જાણકારી મેળવતા હતા.’

You might also like