ગોવાની સેન્ટ્રલ જેલ ટૂરિસ્ટ સ્પોટ બનશે

ગોવાના અગૌડા ફોર્ટ પાસે અાવેલી સેન્ટ્રલ જેલ હવે કેદીઓ વિના ખાલી પડેલી છે ત્યારે એને ટૂરિસ્ટોને અાકર્ષવા માટેનું સ્પોટ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. ગઈસાલથી જેલમાં કેદીઓને રાખવાનું બંધ થઈ ગયું હતું અને અહીંના તમામ કેદીઓને બીજે નવી જેલમાં ખસેડી દેવામાં અાવ્યા છે. જોકે જૂની જેલ ખેંડેર બની જાય એમ નથી. અાંદામાનની સેલ્યુલર જેલ અને હિમાચલ પ્રદેશની દગશાઈ જેલની જેમ અગૌડામાં પણ જેલ-મ્યુઝિયમ તૈયાર કરવામાં અાવશે. જેમ અાંદમાન અને હિમાચલ પ્રદેશની જેલો બ્રિટિશકાળની છે એમ અગૌડાની જેલ પોર્ટુગીઝ શાસન હેઠળ તૈયાર થઈ છે.

You might also like