ગોવા રાજનાથે આપી કોંગ્રેસને સલાહ : દેશનાં હિતમાં કરે રાજનીતિ

નવી દિલ્હી : 5 રાજ્યોની વિધાનસબા ચૂંટણીનાં મુદ્દે ભાજપ જોર શોરથી પ્રચાર કરવા લાગ્યું છે. ભાજપનાં તમામ મોટા નેતા આજે પંજાબ અને ગોવામાં રેલીઓ કરતા જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ ગોવામાં રેલી કરી રહ્યા છે.

ગોવામાં રેલી કરતા ગૃહમંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગોવા એક નાનું રાજ્ય જરૂર છે પરંતુ દેશનાં અમીર રાજ્યો પૈકીનું એક છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ક્યારે પણ ગોવાની ઇજ્જત નથી કરી.

રાજનાથ સિંહે કોંગ્રેસને સલાહ આપતા કહ્યું કે હું કહેવા માંગુ છું કે કોંગ્રેસને ચૂંટણી જીતવાની રાજનીતિ કરવાનાં બદલે દેશનાં હિતની રાજનીતિ કરવી જોઇએ તેમને વધારે ફાયદો થશે. ગોવામાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે.

You might also like