જ્યારે રસ્તા પર સેંકડો મહિલાઓ ટોપલેસ થઇને નિકળી

હેમ્પટન : લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપનારા અને પોતાનાં સ્તનને જાહેર રીતે ખુલ્લા રાખવાનું સમર્થન કરનારી સંસ્થા ગો ટોપલેસ ડેનાં પ્રસંગે અમેરિકામાં મહિલાઓ પોતાનાં ટોપ ઉતારી રહી છે. મહિલા સમાનતા દિવસનાં આગલા દિવસે ગો ટોપલેસ ડે આ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે. તો વુમન્સ ઇક્વિલિટી ડે એ દિવસે મનાવવામાં આવે છે જ્યારે અમેરિકન મહિલાઓને મતાધિકાર મળ્યો હતો.

રવિવારે ન્યૂયોર્ક સિટીમાં પરેડ કરતા ઘણી મહિલાઓ અને કેટલાક પુરૂષો ટોપલેસ થઇને નિકળ્યા હતા. આ માર્ચનું નેતૃત્વ કેટલીક મહિલાઓ કરી રહી હતી. જેમણે હાથમાં એક બેનર પકડ્યું હતું. તેની પાછળ અન્ય ટોપલેસ મહિલાઓ અને પુરૂષો હતા. દુનિયાનાં અન્ય શહેરો માટે પણ ન્યૂયોર્ક સિટી જેવું જ આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ હેંપશર, ડેનવોર, લોસ એન્જલસ અને અન્ય શહેરોમાં આ આયોજન કરવા માટેની યોજના બનાવવામાં આવી હતી.

ગો ટોપલેસનાં અધ્યક્ષ નૈડિન ગ્રેએ કહ્યું કે તે આશા રાખે છે કે આ આયોજન મહિલાઓનાં સ્તન મુદ્દે વ્યાપ્ત કુતુહલની ભાવનાને દુર કરશે. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક સિટીમાં અમે વગર કોઇ ટીકીટ લીધે જ જેલ જઇને સ્વતંત્ર રીતે ટોપલેસ થઇ શકીએ છીએ અને અમારા અધિકારનો જશ્ન મનાવી રહ્યા છે. અન્ય સ્થળો પર આ એક વિરોધ પ્રદર્શન તરીકે હશે કારણ કે ભેદભાવ હજી પણ થઇ રહ્યો છે.

You might also like