હાર્ટ-રેટ રેકોર્ડ કરવા માટે આ ડિવાઈસ ગળી જાઓ

અમેરિકાની મેસેચુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના એન્જિનિયરોએ એક એવું ડિવાઈસ ડેવલપ કર્યું છે જે દવાની ગોળીની જેમ ગળી જવાથી એ પેટમાં જઈને હાર્ટની ધબકવાની ગતિ અને શ્વાસ લેવાની ગતિ સતત માપ્યા કરે છે. એ ડિવાઈસમાં જે સેન્સર્સ છે એ નોર્મલ મલ્ટિ-વિટામિન માટેની ગોળી જેવડાં હોય છે. સિલિકોનની કેપ્સ્યુલમાં અત્યંત સૂક્ષ્મ માઈક્રોફોન અને ઈલેક્ટ્રોનિક સર્કિટ હોય છે જે વાયરલેસ રેડિયો-સિગ્નલ્સ દ્વારા ત્રણ મીટર દૂર સુધી એનો અવાજ ફેંકે છે. અકસ્માતમાં ઘાયલ થયેલા અને અત્યંત ક્રિટિકલ કન્ડિશનમાં હોય એવા દરદીઓને બહારથી લગાવેલાં મશીનોનો જોઈએ એટલો સપોર્ટ નથી મળતો. ઈમર્જન્સી દરમિયાન આ મશીનોની હેરફેર શક્ય નથી હોતી.

You might also like