ગોડાઉનનાં તાળાં તોડી મશીન ‌અને કાપડની ચોરી

અમદાવાદ: દાણીલીમડા વિસ્તારમાં આવેલ એક ગોડાઉનનાં તાળાં તોડી તસ્કરોએ મશીન અને કાપડ મળી આશરે રૂ.૪.૭પ લાખની મતાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં નારોલના દેવાંગ એસ્ટેટ સામે કાશીરામ મિલની ગલીમાં આવેલ ૬ નંબરના ગોડાઉનના ઉપરના માળે આવેલ હિલેરી ફેશન નામની કંપનીનાં તાળાં તોડી તસકરોએ અલગ અલગ કંપનીના ર૪ મશીનો તેમજ શર્ટ અને પેન્ટના કાપડનો જથ્થો મળી રૂ.૪.૭પ લાખની કિંમતની મતાની ચોરી કરી હતી. તસ્કરો પોતાની સાથે લાવેલ ટેમ્પા જેવા વાહનમાં આ મુદ્દામાલ ભરી ફરાર થઇ ગયા હતા. દાણીલીમડા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ આજુબાજુમાં આવેલ ફેકટરીઓમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી તસ્કરોનું પગેરું મળ્યું નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like