સાવધાન! આ લિંક તમારૂ Gmail એકાઉન્ટ હેક કરી શકે છે

છેલ્લાં કેટલાય દિવસથી જીમેલ એકાઉન્ટ હેક કરવા અને તેના પાસવર્ડને બ્રેક કરવાની રીત સામે આવી રહી છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ત્યારે આ લિંકની મદદથી કોઇ પણ હેકર તમારૂ એકાઉન્ટ હેક કરી શકે છે. આજના સમયે લગભગ તમામ યુઝર્સ જીમેલનો ઉપયોગ કરે છે. જેના કારણે સિક્યોરિટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. પરંતુ આપણી એક નાનકડી ભૂલથી હેકર્સ સરળતાથી તમારૂ એકાઉન્ટ હેક કરી શકે છે.

હવે તો એનરોઇડ ફોનમાં એપ્લિકેશન ચલાવવા માટે જીમેલથી લોગઇન કરવું જરૂરી બની ગયું છે. જેના કારણે યૂઝર્સ પોતાની અંગત માહિતી સાથે, ડોક્યુમેન્ટ્સ, ફોટોઝ કે વીડિયો સેવ કરી શકે છે. તેવામાં જો તમારૂ જીમેલ એકાઉન્ટ હેક થઇ જશે તો મોટી મુશ્કેલી તમારા માટે સર્જાઇ શકે છે.

વર્ડ પ્રેસના સીઇઓ માર્ક માઉંડરે જણાવ્યું છે કે સૌથી પહેલા હેકર્સ ઇમેલ પર  એક લિંગ મોકલે છે અને તે લિંક પર ક્લિક કરતાથી સાથે જ જીમેલ જેવું જ નવું પેજ ખૂલી જાય છે. જો તેમાં તમે તમારૂ લોગઇન આઇડી અને પાસવર્ડ એડ કરશો તો હેકર્સ તમારા એકાઉન્ટની બધી જ માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકશે. તેથી જ કોઇ પણ અનનોન સોર્સ પરથી આવેલી લિંકને ક્યારે પણ ન ખોલવી.

http://sambhaavnews.com/

You might also like