ગ્લાેબલ વાેર્મિંગથી ભારતના દરિયાઈ વિસ્તારાે પર ખતરાે

વાેશિંગ્ટન: જલવાયુમાં પરિવર્તનના કારણે ભારતના દરિયા કિનારાના વિસ્તારાે પર ખતરાે ઝળૂંબી રહ્યાે છે. ગ્લાેબલ વાેર્મિંગની અસરથી વૈશ્વિક તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનાે વધારાે થતાં સમુદ્રની સપાટીમાં વઘારાે થવાના કારણે કાેલકાતા અને મુંબઈ જેવા માેટા શહેર સમુદ્રમાં સમાઈ જશે અને દરિયા કિનારા અાસપાસ રહેતા લગભગ ૫.૫ કરાેડ લાેકાે તેમાં ડૂબી જવાની સંભાવના છે. અમેરિકાની બિનસરકારી સંસ્થા સેન્ટ્રલ કલાઈમેટે તેના અહેવાલમાં આવી દહેશત વ્યકત કરી છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર જાે પૃથ્વીનું તાપમાન બે ડિગ્રી પણ વધશે તાે ભારતના લગભગ બે કરાેડ લાેકાે સમુદ્રમાં સમાઈ જશે. પેરિસમાં આ મહિનાના અંતમાં યાેજાનારી સંયુકત રાષ્ટ્ર જલવાયુ શિખર મંત્રણા પહેલાં આ અહેવાલ બહાર આવ્યાે છે. પેરિસમાં ૩૦ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન શિખર મંત્રણા યાેજાશે. તેનાે મુખ્ય હેતુ પૃથ્વીના તાપમાનને બે ડિગ્રી આેછા કરતા આૈદ્યાેગિકીકરણથી પહેલાંના સ્તર પર લાવવાનાે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૃથ્વીનું તાપમાન વધારવામાં અમેરિકા, ચીન બાદ ભારતનાે નંબર આવે છે. આ દેશાેમાં પ્રદૂષણ અને આૈદ્યાેગિક ઉત્પાદનના કારણે થઈ રહેલા ઉત્સર્જનના કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારાે થઈ રહ્યાે છે.

વાતાવરણમાં કાર્બનડાયાેક્સાઈડ અને બીજા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ગત વર્ષે અેક નવી ઊંચાઈઅે પહાેંચી ગયું હતું. જેના કારણે વિશ્વ અેક અેવી દિશામાં જઈ રહ્યું છે કે તેના ભવિષ્યથી કાેઈ વાકેફ નથી તેમ સંયુકત રાષ્ટ્રના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. વિશ્વ હવામાન સંગઠનના પ્રમુખ માઈકલ જરાેડે તેમના અહેવાલમાં જણાવ્યું છે કે કાર્બનડાયાેકસાઈડ, મીથેન અને નાઈટ્રસ આેકસાઈડ વાતાવરણમાં જમા થવાની બાબત ફરી રેકોર્ડ સ્તરે પહાેંચી ગઈ છે.

You might also like