ગ્લોબલ વોર્મિંગના કારણે માણસોનું કદ નાનું થવા લાગશે

અત્યાર સુધી ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણને થતાં નુકસાન વિશે ઘણી વાતો સાંભળવા મળી હતી પરંતુ તાજેતરમાં અભ્યાસીઓનું કહેવું છે કે પૃથ્વીનુ એવરેજ તાપમાન વધતું જાય છે એમ એમ માનવરહિત તમામ સસ્તન પ્રાણીઓનું કદ ઘટવા લાગશે. અમેરિકાની યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે ૫.૩૭ કરોડ વર્ષ પહેલા પૃથ્વીનું તાપમાન ૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું હતું. અા બદલાવ ૧.૮૦ લાખ વર્ષ સુધી રહ્યો છે. અા દરમિયાન પ્રાણીઓના કદમાં ૧૪ ટકા જેટલો ઘટાડો થયો હતો. ગ્લોબલ વોર્મિંગના કારણએ વનસ્પતિ અને ખાદ્ય સુરક્ષા પર પણ પ્રતિકૂળ અસરો પડી છે. જે પેઢી દર પેઢી અાગળ વધશે.
http://sambhaavnews.com/

You might also like