પાકિસ્તાન-ચીનની વધતી મિત્રતાને ચીનાના સમાચારપત્રએ ગણાવી મુર્ખતા

બીજિંગઃ ચાઇના- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર વધી રહેલો ખર્ચ ખુદ ચીન માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.  46 અરબ ડોલરનીથી તૈયાર થયેલ આ ઇકોનોમિક કોરિડોરને લઇને ચીનના જ સમાચાર પત્રએ તેને સતેજ કર્યો છે. સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું છે કે PoK  સાથે જોડાયેલો આ પ્રોજેક્ટ બંને દેશો માટે સરળ નથી. આ લેખમાં એમ પણ લખવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ જટિલ ક્ષેત્રીય વાતાવરણને કારણે જોખમી છે. તેમાં કોરિડોરમાં કામ કરી રહેલા 7,036 ચીની નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાન દ્વારા 14,503 સુરક્ષાકર્મીઓની કથિત રીતે ગોઠવણી પર ઇશારો કરી રહ્યું છે. લેખમાં એમ પણ લખવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ આ રીતે બધા જ પૈસા વેડફવા મુર્ખામી છે.

આ પ્રોજેક્ટને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને પણ અસર થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર સપ્ટેબરે હોંકોંગમાં જી20 બેઠક બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પોતાની મુલાકાતમાં આ પરિયોજના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લેખમાં ચીનને સલાહ આપતા કહ્યું છે કે તેઓ અશાંત પાકિસ્તાનની જગ્યાએ દક્ષિણ એશિયાના બીજા દેશોના બજારોને શોધવામાં ધ્યાન આપે. લેખમાં એમ પણ લખવામાં આવ્યું છે કે CPEC ને લાંબા સમયથી ચીન-પાકિસ્તાનના આર્થિક સહયોગના પ્રતિક રૂપે પણ જોઇ શકાય છે. એવી સંભાવના પણ છે કે ચીન હાલ CPEC ને લઇને પોતાના સહયોગને બદલશે. પરંતુ સુરક્ષા પર વધતો ખર્ચ પરિયોજનાઓને પ્રભાવશાલી રીતે આગળ વધારવા માટે એક મોટી સમસ્યા બની શકે છે.

 

You might also like