ગ્લોબલ સોલર કાઉન્સિલના કો-ચેરમેન તરીકે પ્રણવ મહેતાની નિમણૂક

અમદાવાદ: દુનિયામાં પર્યાવરણને લીધે થઇ રહેલા ભારે નુકસાન સામે લડત આપવા સોલર પાવર ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. ગ્લોબલ સોલર કાઉ‌િન્સલ દ્વારા ૬ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ પેરિસ ખાતે COP ૨૧ વાતાવરણમાં બદલાવ સંબંધિત કાર્યક્રમનો ઐતિહાસિક આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્લોબલ સોલર કાઉન્સિલના કો-ચેરમેન તરીકે પ્રણવ મહેતાની નિમણૂક કરવામાં  આવી હતી.

આ કાર્યક્રમને ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, રિન્યુએબલ એનર્જી પોલિસી નેટવર્ક સહિત અગ્રણી દેશો જેવા કે યુએસએ, જર્મની, ચીન, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઇઝરાયલ સહિત ભારત જેવા દેશોના રિજિયોનલ અને નેશનલ સોલર એસોસિયેશનનો સહયોગ સાંપડ્યો છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સોલર ઇન્ડસ્ટ્રીઝને એકત્રિત કરશે. આ પ્રસંગે કો-ચેરમેન પ્રણવ મહેતાએ જણાવ્યું હતું કે સોલર એનર્જીનો ઉપયોગ લોકોને સક્ષમ બનાવવામાં મહત્ત્વપૂર્ણ રીતે મદદરૂપ થઇ શકશે.  ગ્લોબલ સોલર કાઉન્સિલના ચેરમેન બ્રુસ ડોગ્લાસના જણાવ્યા પ્રમાણે પર્યાવરણમાં આવી રહેલા બદલાવ સામે લડત આપવા એકત્રિત થઇ રહ્યા છે. સોલર પાવર વીજળી ઉત્પાદન માટે પ્રભાવશાળી સ્રોત બની રહેશે.

You might also like