ભારતમાં ઇન્ટરનેટ નહીં થાય બંધ, સરકારી અધિકારીઓએ કરી પુષ્ટિ

શુક્રવારથી જ પૂરી દુનિયામાં 48 કલાક માટે ઇન્ટરનેટ બંધ થવાનાં સમાચાર વહેતા થઇ રહ્યાં છે. ત્યારે રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે 48 કલાકને માટે પૂરી દુનિયામાં ઇન્ટરનેટ સેવા બંધ થઇ જશે. એક ખાનગી ન્યૂઝ ચેનલનાં રિપોર્ટમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે. ત્યાં બીજી બાજુ સરકારનાં મોટા સિક્યોરિટી અધિકારીઓએ કહ્યું કે, ભારતમાં ઇન્ટરનેટની સેવા બંધ નહીં થાય.

એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સાઇબર સિક્યોરિટી કો-ઓર્ડિનેટર ગુલશન રાયે કહ્યું કે,”ભારતમાં ઇન્ટરનેટની સેવા બંધ નહીં થાય. આને માટે દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ભારતમાં 48 કલાક માટે ઇન્ટરનેટ બંધ થવાનાં સમાચાર સાવ જૂઠાં છે.” તેઓએ વધુમાં જણાવ્યું કે ઇન્ટરનેટ બંધ થવાનાં સમાચારને વહેતા થયાં 20 કલાકથી વધારે થઇ ચૂક્યાં છે અને તેમ છતાં આને લગતી દરેક વસ્તુઓ સરસ રીતે ચાલી રહેલ છે. એવામાં આપે પરેશાન થવાની કંઇક જરૂર નથી.

ત્યાં કેટલાંક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ મેંટેનન્સને કારણે પૂરી દુનિયાનાં માત્ર 1 ટકા એટલે કે અંદાજે 36 મિલિયન અંદાજે 3.6 કરોડો લોકો પ્રભાવિત થશે. એટલે કે 99 ટકા લોકો પર આની કોઇ જ અસર નહીં થાય.

ઉલ્લેખનીય છે કે Russia Todayનાં રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ એન્ડ નંબર્સ ક્રિપ્ટોગ્રાફિકને બદલીને મેન્ટેનન્સનું કામ કરશે. આ કારણોસર મુખ્ય ડોમેન સર્વર્સ અને આની સાથે જોડાયેલ નેટવર્કનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડાંક સમય માટે પ્રભાવિત થઇ શકે છે.

You might also like