૨૦૧૬માં વૈશ્વિક સોનાના ભાવમાં ૨૦ ટકા ઉછાળો

અમદાવાદ: વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. પાછલાં સેશનની સરખામણીએ બે ટકાનો ઉછાળો નોંધાતા વૈશ્વિક બજારમાં સોનું ૧૨૫૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૨૬૫ ડોલરની સપાટીએ જોવા મળ્યું છે, જે પાછલા ૧૩ મહિનાની ઊંચી સપાટીએ નોંધાયું છે. આમ, કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૨૦ ટકાનો વધારો નોંધાતો જોવા મળ્યો છે.

દરમિયાન અમેરિકાના ઇકોનોમી ડેટા અનુમાન કરતાં નબળા આવતા સલામત રોકાણ તરીકે સોનાની માગમાં વધારો જોવાયો છે. એ જ પ્રમાણે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ૧.૧ ટકાનો સુધારા સાથે ૧૫.૩૯ ડોલર પ્રતિઔંસની સપાટી નોંધાતી જોવા મળી છે.

ભારતમાં પાછલા ત્રણ દિવસથી હડતાળના કારણે હાજર બજારમાં સોના-ચાંદી અને ઘરેણાંની ખરીદી ઠપ થયેલી જોવા મળી છે, પરંતુ હડતાળ પૂરી થાય તો સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે.

You might also like