વૈશ્વિક આર્થિક વિકાસ સુસ્ત રહેશેઃ આઈએમએફ

મુંબઇ: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ-આઇએમએફએ કહ્યું છે કે વૈશ્વિક આર્થિક વિકાસ સુસ્ત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે વિક‌િસત દેશોનો આર્થિક વિકાસ ચાલુ વર્ષે થોડો વધુ જોવાઇ શકે છે. દુબઇમાં આયોજિત મહિલા સંમેલનમાં બોલતાં આઇએમએફના વડાએ જણાવ્યું કે પાછલા વર્ષે વૈશ્વિક આર્થિક વિકાસ ૩.૧ ટકા હતો. ચાલુ વર્ષ અને વર્ષ ૨૦૧૭માં તેમાં થોડો સુધારો જોવાઇ શકે છે.

આઇએમએફના વડાએ કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક વિકાસ સુસ્ત છે, જોકે અમેરિકા, યુરોપ અને જાપાનમાં જોવા મળી રહેલા આર્થિક વિકાસની ગતિ ઝડપી બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિકાસશીલ દેશોમાં ભારતનો આર્થિક વિકાસ અન્ય દેશોની સરખામણીએ ઊંચો છે, જ્યારે બાકી વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસદર ધીમો છે. તેમણે વધુમાં જણાવ્યું કે રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં આર્થિક વિકાસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ દેશો વાસ્તવમાં સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે ચીનનો આર્થિક વિકાસદર ખૂબ જ ધીમો છે.

You might also like