મેક્સવેલે ભાથામાં એક નવો શોટ ઉમેર્યો

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ બેટિંગ દરમિયાન ઘણા નવા શોટ રમતો જોવા મળે છે. ટી-૨૦ ક્રિકેટની ચમકદમક બાદ એવા ઘણા શોટ જોવા મળ્યા, જે ટેક્નિકલ રીતે ક્યારેય રમાતા નહોતા. હવે તો ઘણા ક્રિકેટરે નવા શોધની શોધ કરી છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જેમ કોઈ સતત આવા શોટ ફટકારી શકતું નથી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલને બેટિંગ દરમિયાન નવા પ્રયોગ કરવા બદલ ઘણી વાર ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ મેક્સવેલ પર આવી ટીકાઓની કોઈ અસર થતી નથી. જોન્સન સહિત ઘણા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ લઈ લીધી અને હવે સ્મિથના નેતૃત્વમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

મેક્સવેલને તમે સ્વીપ, સ્વિચ હિટ, રેમ્પ શોટ ફટકારતો જોયો હશે, પરંતુ હવે મેક્સવેલ પોતાના ખાતામાં એક નવો શોટ ઉમેરવા જઈ રહ્યો છે. એ શોટનું નામ છે ‘િબહાઇન્ડ ધ બેક’ (પીઠની પાછળથી બેટ ફેરવતા). આ શોટનો પ્રયાસ મેક્સવેલે લેગ સાઇડમાં જતા બોલ પર કર્યો. લેગ સ્ટમ્પની બહાર જતા બોલ પર મોટા ભાગના ખેલાડી ગ્લાન્સ અને ફ્લિક શોટ રમે છે. આધુનિક ક્રિકેટમાં સ્કૂપ શોટ રમાતો પણ જોવા મળે છે. મેક્સવેલે હવે કંઈક નવો પ્રયોગ કર્યો છે, જેમાં તે પોતાના શરીરની પાછળથી શોટ રમીને બોલને મિડવિકેટની િદશામાં મોકલી આપે છે.

You might also like