રોજ પીવો 1 ગ્લાસ બદામ દૂધ અને પછી દેખો કમાલ

દૂધ પીવું સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક હોય છે. એમાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત કરે છે પરંતુ જો દૂધમાં બદામ નાંખીને પીવામાં આવે તો શરીરને બમણો ફાયદો થાય છે. એમાં કેલ્શિયમ સાથે આયરન, મેગ્નેશિયમ અને કેટલાક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે.

એના માટે 1 ગ્લાસ દૂધમાં 5-6 બદામ પીસીને મિક્સ કરો અને થોડાક સમય માટે ઉકાળો હવે એમાં સ્વાદાનુસાર ખાંડ મિક્સ કરીને સેવન કરો.

મેદસ્વિતા ઓછી કરવા માટે બદામ વાળું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ રાતે ખાવાની જગ્યાએ બદામનું દૂધ પીવું જોઇએ. એનાથી પેટ પણ ભરેલું રહેશે અને વજન પણ ઓછું થશે.

વધતી ઉંમર સાથે હાડકાંઓ નબળા થવા લાગે છે. જેનાથી સાંધાના દુખાવામાં સમસ્યા આવે છે. એવા દરરોજ બદામનું દૂધ પીવો જેનાથી હાડકા મજબૂત થશે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધશે.

દરરોજ બદામ દૂધ પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે અને એમાં રહેલા ઓમેગા ફેટી એસિડ દીલને સ્વસ્થ રાખે છે.

મસલ્સ બનાવવા માટે છોકરાઓ જીમમાં જઇને વર્કઆઉટ કરે છે. એના માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે. એમાં રહેલા પોષક તત્વો શરીરમાં એનર્જી આપે છે તેમજ મસલ્સ બનાવવામાં મદદ કરે છે.

બદામ દૂધમાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન એ હોય છે. જે આંખો માટે ખૂબ જ જરૂરી હોય છે. દરરોજ પીવાથી આંખોની રોશની વધે છે.

You might also like