વણજારાએ સામાન્ય માણસને બેઠા થવા કરી હાંકલ : રાજકારણનાં સંકેત

વડોદરા : સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં લાંબો સમય જેલવાસ ભોગવી આવેલા પૂર્વ આઇ.પી.એસ ડી.જી વણજારાએ વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તેણે વાતવાતમાં રાજકારણમાં પ્રવેશનાં સંકેતો આપ્યા હતા. સાથે જ વડોદરામાંથી જ પોતાની નવી ઇનિંગની શરૂઆત કરશે તેવા સંકેતો પણ આપ્યા હતા. ગુજરાત અસ્મિતા મંચ દ્વારા આયોજીત એક રેલીમાં ભાગ લેવા માટે વણઝારા વડોદરા આવ્યા હતા.

વડોદરાનાં ભગતસિંહ ચોક ખાતે વણઝારાએ શહિદ ભગતસિંહનાં સ્ટેચ્યુને પુષ્પાંજલી અર્પી હતી. ત્યાર બાદ ગુજરાત અસ્મિતા મંચ દ્વારા આયોજીત રેલીમાં જોડાયા હતા. આ રેલી સયાજીરાવ નગરગૃહ ખાતે પહોંચી હતી. ત્યાર બાદવણઝારાએ પત્રકારો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે શહેરનાં મેયર ભરત ડાંગર અને જાણીતા લેખક અને પદ્મશ્રી ગુણવંત શાહ પણ હાજર રહ્યા હતા.

વણઝારાએ જણાવ્યું કે હવે સામાન્ય માણસે રાજકારણમાં આવવાની જરૂર ઉભી થઇ છે અને હું સામાન્ય માણસ જ છું. મે પોલીસમાં રહીને પણ રાષ્ટ્રની સેવા કરી છે હવે રાજકારણમાં આવીને લોકોની સેવા કરવા માંગુ છું. સામાન્ય માણસની વ્યથા કોઇ સમજતુ નથી. હવે સામાન્ય માણસે જ આગળ આવીને જનઆંદોલન ઉભુ કરવું પડશે અને આ રીઢા રાજકારણીઓને ખદેડી દેવા પડશે.

You might also like