લગ્નની લાલચ આપી ગઠિયા ચાર સગીરાને ઉઠાવી ગયા

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં ગઠિયાઓએ લગ્નની લાલચ આપી ચાર સગીરાના અપહરણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ચાંદલોડિયામાં શિવશકિતનગર ખાતે રહેતી ૧૪ વર્ષીય સગીરાને તેજભાણસિંહ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ઉઠાવી ગયો હતો. વેજલપુરમાં ભુરાભાઇની ચાલી ખાતે રહેતી એક સગીરાનું કમલેશ ગોસ્વામી નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો.

કૃષ્ણનગરમાં ઉમિયાપાર્ક ખાતે રહેતી ૧૬ વર્ષીય સગીરાને પ્રકાશ પ્રજા‌પતિ નામનો શખ્સ લલચાવી ફોસલાવી તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો તેમજ વટવામાં રણછોડ પાર્ક ખાતે રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી સુનીલ વર્મા નામનો શખ્સ ઉઠાવી ગયો હતો. પોલીસે શોધખોળ શરૂ કરી છે પરંતુ હજુ સુધી સગીરાઓનો કોઈ પતો મળ્યો નથી.

You might also like