BSE-NSE પર ગીતાંજલિ જેમ્સના શેરમાં ટ્રેડિંગ બંધ થશે

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૩ હજાર કરોડના જંગી કૌભાંડના સૂત્રધાર ડાયમંડ મર્ચન્ટ મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સને એક વધુ ફટકો પડ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (અેનએસઇ) આગામી મહિનાથી ગીતાંજલિ જેમ્સના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરશે.

બીએસઇ અને એનએસઇ પર ૧૦ સપ્ટેમ્બરથી આ કંપનીના શેરમાં ટ્રેડિંગ થશે નહીં. ગીતાંજલિ જેમ્સે જૂન ક્વાર્ટરનાં પરિણામોની જાણકારી આપી નથી અને શેરબજારોએ સેબીના નિયમને ટાંકીને તેમાં ટ્રેડિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

જો ગીતાંજલિ જેમ્પ નિર્ધારિત સમયમાં પોતાના જૂન ક્વાર્ટરનાં પરિણામો સબમિટ કરશે તો તેનું ટ્રેડિંગ બંધ કરવામાં આવશે નહીં. બીએસઇએ માટે ૪ સપ્ટેમ્બર અને એનએસઇ માટે ૫ સપ્ટેમ્બરની તારીખ નિર્ધારિત કરાઇ છે.

બંને સ્ટોક એક્સચેન્જમાં ગીતાંજલિ જેમ્સ ઉપરાંત એમટેક ઓટો, ઈસન રેરોલ અને પેનોરમિક યુનિવર્સલના શેર સસ્પેન્ડ કરાયા છે. કુલ આઠ જેટલી કંપનીઓ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કંપનીઓ પોતાના રિઝલ્ટ સબમિટ કરવામાં નિષ્ફળ ગઇ છે.

You might also like