‘દંગલ’થી ગીતા ફોગટના અસલી કોચ નારાજ, લીગલ એક્શન લઈ શકે

નવી દિલ્હી: અામિર ખાનની ફિલ્મ દંગલમાં પોતાની ભૂમિકાને નેગેટિવ રીતે દર્શાવવાના સમાચાર પર રેસલર ગીતા ફોગટના રિયલ લાઈફ કોચ પ્યારારામ નારાજ થયા છે. મુંબઈથી લગભગ ૧૮૦૦ કિલોમીટર દૂર ફગવાડામાં બેઠેલા કોચ પ્યારારામે કહ્યું કે ફિલ્મ જોયા બાદ તે લીગલ એક્શન પર વિચાર કરશે.

પહેલાં તેઅો પોતાના નજીકના લોકો માટે વિચાર વિમર્શ કરશે. પ્યારારામે જણાવ્યું કે લુધિયાણામાં જ્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે હું ત્રણ અન્ય પરિચિતો સાથે સેટ પર ગયો હતો. ત્યાં અમારી મુલાકાત અામિર ખાન અને ફિલ્મના ડિરેક્ટર સાથે થઈ. તેમને ફિલ્મની કોઈપણ સિક્વન્સ પર અમારી સાથે વાતચીત ન કરી. મને અે પણ ખ્યાલ ન હતો કે ફિલ્મમાં શું દર્શાવાયું છે. માત્ર એટલી જાણકારી હતી કે અા ફિલ્મ મહાવીર ફોગટના જીવન પર અાધારિત છે.

કોચ પ્યારારામ સોંઘીના જણાવ્યા મુજબ મહાવીર અંગે દરેક વ્યક્તિ જાણે છે. તે એકદમ સજ્જન વ્યક્તિ છે. તેમણેે ક્યારેય અમારા કામમાં દખલ કરી નથી. પુત્રીઅોના મુકાબલા દરમિયાન ક્યારેય તો તે હાજર પણ રહેતા ન હતા. તેમણે જણાવ્યું કે ગઈ કાલે મારો અેક પ્રેમી દંગલ જોઈને અાવ્યો. તેણે પૂછ્યું કે ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સ કોચ તો તમે જ હતા ને સર.

મેં હા કહ્યું અને તેણે બીજો સવાલ પૂછ્યો. શું ફાઈનલ પહેલાં તમે ખરેખર ગીતાના પપ્પાને એક અંધારિયા રૂમમાં બંધ કરી દીધા હતા. મારા માટે અા ચોંકાવનારી વાત હતી. કેમ કે અાવું કંઈ જ થયું ન હતું. સોંઘીની વાતનું સમર્થન મેન્સ ટીમના નેશનલ કોચ રહેલા વિનોદકુમાર પણ કરે છે. અે વાત સાચી છે કે નેશનલ કેમ્પ દરમિયાન ગીતાના પિતા પટિયાલામાં એક રૂમ રાખીને રહેતા હતા. તેમને ક્યારેય કોચના કામમાં દખલ કરી નથી. ગેમ્સ દરમિયાન સિક્યોરિટી પણ એટલી ટાઈટ હોય છે કે અામ કરવું શક્ય હોતું નથી.

ફિલ્મની એક સિક્વલ્સમાં ગીતા ફાઈનલ રમવા જઈ રહી હોય છે તો તેના કોચ યોજના બનાવીને તેના પિતા મહાવીર ફોગટને એક રૂમમાં બંધ કરાવી દે છે. કોચ ઇચ્છતા નથી કે ગીતાની સફળતાનો શ્રેય તેના પિતાને મળે. પોતાની યોજનામાં સફળ થયા બાદ કોચનો એક ડાયલોગ છે ‘ક્રેડિટ મેરે પાપા કો જાતા હૈ, જા લે લે ક્રેડિટ.’ અંધારા રૂમમાં બંધ મહાવીર ફાઈનલ મુકાબલો પણ જોઈ શકતા નથી. પ્યારારામે કહ્યું કે ફિલ્મને મસાલેદાર બનાવવા અા બધું ઉમેરાયું છે. પરંતુ અાવું કંઈ થયું ન હતું.

You might also like