ગીરનારની લીલી પરિક્રમાનો આવતી કાલથી પ્રારંભ, જીવના જોખમો ટ્રેન ઉપર બેસી મુસાફરી, જુઓ Video

જૂનાગઢમાં આવતી કાલથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પરિક્રમાને લઇને ભાવિકો બે દિવસથી અગાઉ અહી પહોંચી જતાં હોય છે. ત્યારે ઉના દેલાવાડથી આવતી ટ્રેનમાં ભાવિકો પોતાના જીવના જોખમે ટ્રેન ઉપર બેસી જૂનાગઢ આવતા જોવા મળ્યાં હતા. જો કે આ અંગે તંત્ર સામે સવાલ ઉભો થઇ રહ્યો છે કે જીવના જોખમે આવી રહેલા મુસાફરોને લઇ તંત્રની બેદરાકરી સામે આવી રહી છે. અકસ્માત ક્યારે બનતો હોય છે તે કોઇ ચોક્કસ કહી નથી શકાતું ત્યારે કોઇ અક્સમાતનો ભોગ આ ભાવિકો બને તો આ અંગે જવાબાદર કોણ રહેશે?

ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરથી જૂનાગઢ ખાતે લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે એક લાખ ભાવિકો ગીરનારની પરિક્રમા કરવા આવી પહોચ્યા હતા તેમજ સતત હજી પ્રવાહ ગીરનાર તરફ જઇ રહેલો જોવા મળી રહ્યો છે. હજી એક દિવસની વાર હોવા છતાં જૂનાગઢ તરફની ટ્રેન ઉપર બેસીને આવતા જોવા મળી રહ્યાં છે. ભાવિકો જીવના જોખમે ટ્રેન ઉપર બેસીને પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે.

You might also like