લાલ રંગનાં કપડાં પહેરનાર ગર્લ્સથી બૉય્ઝ વધુ આકર્ષિત

લાલ રંગ એ એક એવો આકર્ષક રંગ છે કે જેને ખતરાની નિશાની પણ માનવામાં આવે છે. જો કે લાલ રંગને પ્રેમની નિશાની પણ માનવામાં આવે છે. તેથી જ બૉયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને લાલ રંગનું ગુલાબ આપીને ખુશ કરે છે પરંતુ શું આપને ખ્યાલ છે કે આ ગુલાબનાં લાલ રંગ પાછળ છોકરીઓ કરતાં છોકરાઓની પસંદ વધુ છુપાયેલ હોય છે. જોવા જઇએ તો છોકરાઓને જ લાલ રંગ વધુ પસંદ હોય છે. મોટે ભાગે લાલ રંગનાં કપડાં પહેરેલ છોકરીઓ છોકરાઓને વધુ પડતી પસંદ હોય છે. કેમ કે લાલ રંગનાં કપડાં પહેરેલ છોકરીઓને જોઇ છોકરાઓ વધુ આકર્ષિત થઇ જતાં હોય છે. તો અમે આપણે જણાવીશું કે શું હોય છે લાલ કપડાંવાળી છોકરીઓનું રાજ!

લાલ રંગ પોતે જ એક આકર્ષણનું કેન્દ્ર છે કે જે દૂરથી જ સૌ કોઇની નજરમાં આવી જાય છે. એવામાં જો કોઇ છોકરી લાલ ડ્રેસ પહેરીને આપની સામે આવી જાય તો રસ્તામાં આવતાં દરેક છોકરાઓની નજર એ છોકરી પર જ આવી જાય છે. લાલ રંગ ગુસ્સા અને ભૂખ તરફ સંકેત કરે છે એટલે કે સ્પષ્ટ રીતે હૉર્મોન્સમાં બદલાવ થઇ જાય છે. અને એવામાં જો કોઇ લાલ રંગનાં કપડાં પહેરીને છોકરી સામે આવી જાય તો તુરંત જ છોકરાઓનાં વર્તનમાં પરિવર્તન આવી જાય છે. શરીરમાં હૉર્મોન બેલેન્સ બગડતાંની સાથે જ છોકરાઓ ઉત્સાહિત થઇ જાય છે. સાથે જે છોકરો ગુસ્સામાં હોય તે પણ લાલ રંગનાં કપડાંવાળી છોકરી જોઇને તુરંત જ તે ઠંડો પડી જાય છે.

લાલ રંગ વિશે વધુ જણાવીએ તો લાલ રંગ રોમાન્સ અને ખુશીનો સંકેત પણ આપે છે. જેથી ફિલ્મોમાં પણ રોમેન્ટીક ગીતોમાં સૌથી વધુ હીરોઇનોને લાલ કપડાં વધુ પહેરાવવામાં આવે છે. એ સિવાય લાલ રંગ ઉર્જાનો પણ સંકેત આપે છે. કેમ કે લાલ રંગ એ તમારા અંદર પૉઝીટીવીટી ઊભી કરે છે અને જો શરીરમાં એનર્જી વધુ આવી જાય તો તમને હંમેશાં આસપાસની દરેક વસ્તુઓ પણ સારી લાગવા લાગે છે. આથી લાલ રંગનાં કપડાં પહેરનાર છોકરીઓને જોઇ છોકરાઓનાં મગજ અને દિલ પર એક પ્રકારની એનર્જી ઊભી થઇ જાય છે અને તે આકર્ષણનું પણ કેન્દ્ર બની જાય છે.

You might also like