પાર્ટનર મળતા છોકરીઓની બદલાઇ જાય છે આ આદતો!

કહેવાય છે કે પ્રેમમાં માણસ કઇ પણ કરી શકે છે. પછી એની આદતોમાં પરિવર્તન થવું સામાન્ય વાત છે. તમે ઘણી વખત જોયું હશે કે પ્રેમમાં પડ્યા બાદ વ્યક્તિનું બોલચાલ, ડ્રેસિંગ સ્ટાઇલ, વ્યવહાર અને કેટલીક આદતો પણ બદલાઇ જાય છે. કોઇક વધારે ઇમોશનલ થઇ જાય છે તો કેટલાક મેચ્યોર થઇ જાય છે. દરેક લોકોની લાઇફમાં અલગ અલગ ફેરફાર થાય છે. ખાસ કરીને છોકરીઓની બાબતે આવું વધારે જોવા મળે છે. ચલો તો જાણીએ પ્રેમમાં પડ્યા બાદ છોકરીઓની કઇ કઇ આદતો બદલાઇ જાય છે.

જે છોકરીઓ પોતાની ઊંઘ માટે બાકીના કામ છોડી દે એ લોકા પ્રેમમાં પડ્યા બાદ એમની ઊંઘ જ ઊડી જાય છે. આખી રાત ફોન પર વાતો કરવી, ચેટ કરવું એમની આદત બની જાય છે.

આમ તો દરેક લોકોને પોતાની સુંદરતા પર અભિમાન હોય છે. પરંતુ પ્રેમ થઇ ગયા બાદ આ અહેસાસ વધારે થઇ જાય છે. પોતાનો વધારેમાં વધારે સમય કાચની સામે ઊભી રહીને પસાર કરે છે.

જેને કોઇ દિવસ પોતાનો મોબાઇલ ક્યાં પડ્યો હોય એની જાણ ના હોય એ લોકા પ્રેમમાં પડ્યા બાદ અચાનક મોબાઇલની ક્રેઝી થઇ જાય છે કારણ કે મોબાઇલ એનો ટોપ સીક્રેટ થઇ જાય છે.

જે છોકરીઓ રોમેન્ટિક ગીતોને ક્યારેક બોરિંગ માનતી હતી અચાનક ગીતોને લઇને એની પસંદ બદલાઇ જાય છે.

પ્રેમ થઇ ગયા બાદ મોટાભાગની છોકરીઓનો ડ્રેસ અને ચાલ-ઢાલ બંને બદલાઇ જાય છે. કોઇક એ સાચું જ કીધું છે કે પ્રેમ પર્સાનાલિટી નિખારે છે.

પ્રેમમાં પડ્યા બાદ છોકરીઓ અથવા છોકરાઓ પોતાની જાતને પોતાનાથી અને મિત્રોથી અલગ કરી દે છે. એમના વિચારોને પણ ઘણી હદ સુધી બજલી નાંખે છે. પાર્ટનરના હિસાબથી ચાલવાનું શરૂ કરી દે છે.

http://sambhaavnews.com/

You might also like