જાણો, ઉંઘતા-ઉંઘતા યુવતીઓ કયા વિચારોમાં ખોવાયેલી રહે છે

આરામની ઊંઘ કોને નથી ગમતી. દિવસ ભરના થાક પછીનો આરામ તો સ્વર્ગનો અહેસાસ કરાવે છે. જો કે પથારી પર સૂતાની સાથે જ મન વિચારે ન ચડે તેવું ક્યારેય તમારી સાથે બન્યું નહીં હોય. તો ચાલો આપણે જાણીએ કે છોકરીઓ સૂતી વખતે કેવા પ્રકારના વિચારો કરતી હોય છે.

ફ્યુચર પાર્ટનર માટેના વિચારો
પ્રેમ અને પ્રેમ કરનાર સાથી બંનેનું મહત્ત્વ યુવતીઓ માટે ખાસ હોય છે. સૂતા પહેલા લગભગ દરેક યુવતીઓ પોતાના લાઈફ પાર્ટનર વિશે વિચારતી હોય છે. પાર્ટનરના લુકથી માંડી તેની સાથેનું ફ્યુચર કેવું રહેશે તે વિચારો યુવતીને સતત સતાવ્યા કરતા હોય છે.

દિનચર્યા વિશેના વિચારો
પથારી પર સૂતાની સાથે જ મગજ શાંત થઈ જાય છે. યુવતીઓ પોતાની દિનચર્યા વિશે વિચારવાનું ક્યારેય ભૂલતી નથી. તે આખા દિવસ દરમિયાન કોને કોને મળી, કોની સાથે વાતો કરી, કોની સાથે કામ કર્યું અને કોને મળવાનું રહી ગયું જેવા વિચારો તેના મગજમાં ઘૂમ્યા કરતા હોય છે.

આવતીકાલે શું પહેરવું?
યુવતીઓને મોટાભાગે એ ચિંતા સતાવતી હોય છે કે, તે આવતીકાલે કયો ડ્રેસ પહેરીને કૉલેજ અથવા ઑફિસ જશે. જો કે વાત માત્ર કપડાં પૂરતી અટકી જતી નથી. કપડાંની સાથે મેચિંગ બુટ્ટી, ચપ્પલ અને એસેસરીઝનો પણ વિચાર યુવતીઓ રાત્રે જ કરી લેતી હોય છે. એટલું જ નહીં કયા કપડાં પર કઈ હેર સ્ટાઈલ કરવી તે પણ વિચારી લેતી હોય છે.

ટાઈમસર પહોંચવાની ચિંતા
જો કે સવારે ઉઠવાની ચિંતા તો દરેક યુવક અને યુવકોને સતાવતી હોય છે. જો કે યુવતીઓ થોડી વધારે જ પંક્ચ્યુઅલ હોય છે. રાત્રે ઉંઘતી વખતે જ વિચારવા લાગે છે કે આવતીકાલે સમયસર ઉઠી શકાશે કે નહીં. યુવતીઓ એલાર્મ મૂકવાનું ક્યારેય ભૂલતી નથી.

કોણે શું કહ્યું તેના વિચારો
યુવતીઓ દિવસભર કેટલાય લોકોને મળતી હોય છે, તેમાંથી કેટલાક તેના મિત્રો હોય છે તો કેટલાક ન ગમતા વ્યક્તિઓ પણ સામેલ હોય છે. આવા લોકોમાંથી કોણે શું કહ્યું તેના વિચારો યુવતીને સતાવ્યા કરતા હોય છે, અને ક્યારેક તેઓને સામે જવાબ ન આપ્યાનો અફસોસ પણ કરતી હોય છે.

You might also like