ગરીબ યુવતીઓને દલાલો દ્વારા વેચી દેવાના નેટવર્કનો પર્દાફાશ

રાજપીપળા: ભરૂચ-નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસીઓના શોષણ ઉપરાંત ગરીબ ભોળી આદિવાસી કન્યાઓ હવસ, બળાત્કારનો શિકાર બની રહી છે તે માટે આદિવાસી સમાજ ચિંતીત છે ત્યારે ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસી કન્યા વિક્રયના વેપલા સામે પણ આદિવાસી સમાજ ચિંતા વ્યકત કરી છે.

ભોળી આદિવાસી યુવતીઓને તેમજ વાલીઓને લોભ લાલચ આપી થોડાક રૂપિયા આપી લગ્ન ના સોદા કરી સૌરાષ્ટ્ર મહેસાણા તરફ આદિવાસી યુવતીને પરણાવી દેવાય છે.

આવી ભોળી યુવતીના લગ્ન તેનાથી મોટી ઉંમરના યુવકો સાથે લગ્ન કરી દેવાય છે. ચોંકાવનારી હકીકત તો એ છે કે લગ્ન કરીને સાસરે ગયા બાદ મોટા ભાગની યુવતીઓ ઘરે પાછી આવતી નથી ત્યારે ગરીબ ભોળી યુવતીઓનો શોષણ સામે ભિલીસ્તાન ટાઇગર સેનાએ લાલ આંખ કરી આદિવાસી બહેન દીકરીઓના લગ્ન આદિવાસી સમાજમાં જ થાય તેવો ઠરાવ કરવાનું નક્કી કરી બાહ્ય સમાજમાં લગ્ન કરશે તો આદિવાસી સમાજ તેનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ બીટીએસે ઉચ્ચારી છે.

છોટુભાઇ વસાવા, મહેશભાઇ વસાવા સહિતના આદિવાસી અગ્રણીઓએ જણાવ્યું હતું કે લગ્નના બહાને આદિવાસી યુવતીઓનું કાઠીયાવાડી દલાલો દ્વારા શારિરીક શોષણ થઇ રહયું છે. પૈસાની લાલચ આપી સારું સુખ સંપન્ન ઘર બતાવી ખરીદી લઇ જાય છે. પાછળથી આદિવાસી યુવતીઓને વેશ્યા બનાવવા મજબૂર કરવામાં આવે છે.
ભીલીસ્તાન ટાઇગર સેના પાસે છેલ્લા એક વર્ષથી ઘણી આદિવાસી યુવતીઓની આવી ફરિયાદો આવી છે. તા.૧૭-૧-૧૬ના રોજ વાલીયા પાસેના દાજીપુરા ગામમાં આદિવાસી યુવતી સાથે લગ્ન કરવા આવેલા કાઠીયાવાડી જાનને બીએસટી દ્વારા ભગાડવામાં આવી હતી તેમણે એલાન કર્યું છે કે હવેથી ભરૂચ નર્મદા જિલ્લાના કોઇ આદિવાસી વિસ્તારોમાં કાઠીયાવાડી જાનને પ્રવેશ મળશે નહી.

જોકે આદિવાસી સમાજ પોતાની યુવતીનું લગ્ન કાઠીયાવાડીઓ સાથે કરાવશે તો સમાજ તેનો બહિષ્કાર કરશે તેવા પરિવારમાં આદિવાસી યુવતીના લગ્ન પણ નહી થાય.

You might also like