સિવિલમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતી : આરોપી 4 દિવસથી ફરાર

અમદાવાદ : સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજના આસિસ્ટન્ટ લેક્ચરર છેલ્લા લગભગ એક વર્ષથી એક વિદ્યાર્થીની પાસે સતત અશ્લીલ માંગણીઓ કરી, મોબાઈલ પર વારંવાર બિભત્સ મેસેજીસ મોકલી, રૂબરૂમાં પણ જુદી જુદી રીતે હેરાન કરતા હોવાની ગંભીર ફરિયાદ શાહીબાગ પોલીસ મથકમાં નોંધાઈ છે.

પ્રોફેસર દ્વારા મેસેજમાં ડાર્લિંગ, સ્વીટહાર્ટ, જાનુ જેવા સંબોધનો કરતા હોવાની ફરિયાદ થયેલી. પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે આજરોજ નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજની બહાર સુત્રોચાર સાથે દેખાવો કર્યા હતા, સાથે રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓની માંગણીઓ હતી કે નર્સિંગ ફિલ્ડમાં ૯૦ ટકા મહિલાઓ હોય છે ત્યારે યુવતીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા થવી જોઈએ. બહારના પ્રવાસો થતા હોય ત્યારે મહિલાઓ સાથે મહિલા ટીચરને પણ મોકલવી જોઈએ શાહીતની માંગણીઓ કરવામાં આવી છે. લંપટ પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ થઇ એ પહેલા જ તેને જાણ થઇ ગઈ હોય એમ તે છેલ્લા ચાર- દિવસથી ગાયબ થઇ ગયો છે.

You might also like