પેન્ટીને લઇને છોકરીઓ કરે છે આવી ભૂલો

સામાન્ય રીતે મોટાભાગને છોકરીઓ બહાર જઇને જ્યારે ઘરમાં પોતાના રૂમમાં જાય છે ત્યારે એ એની જાતને વધારે ફ્રેશ ફીલ કરતી હોય છે. એ લોકાને નાઇટ શુટમાં જે આરામ મળે છે એ આખા દિવસમાં પહેરેલા કપડામાં મળતો નથી. આ ઉપરાંત છોકરીઓ ઘરે આવીને જ ફ્રી રહેવા ઇચ્છે છે અને રાતે સૂતી વખતે બ્રા પહેરવાનું પણ પસંદ કરતી નથી. કારણ કે સતત અંડરગાર્મેન્ટ્સ પહેરવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તો બીજી બાજુ કેટલીક છોકરીઓ ફેશનેબલ આઉટફીટ્સની સાથે સાથ કમ્ફર્ટેબલ કપડાં પહેરવાનું પણ વધારે પસંદ કરે છે. જો અંડરગાર્મેન્ટ્સનું જ ફિટીંગ બરોબર તો પહેરલા કપડાં પણ ખરાબ લાગે છે. તમારી જ ભૂલોથી પેન્ટી ખરાબ થઇ જાય છે. જેના કારણે તમે કદાચ ધ્યાન આપી શકતા નથી.

છોકરીઓ માત્ર ડિઝાઇન જોઇને જ અંજરગાર્મેન્ટ્સની ખરીદી કરી લે છે. સેટિન, નેટ અને સિલ્કની પેન્ટીઝ જોવામાં ખૂબ જ સારી લાગે છે પરંતુ આરામદાયક બિલકુલ હોતી નથી. કોટન ફેબ્રિક બેસ્ટ છે. દરરોજ પહેરવા માટે માત્ર કોટન પેન્ટીનો જ ઉપયોગ કરો.

આખો દિવસ ગરમી અને પરસેવાના કારણે સાંજે અંડરગાર્મેન્ટસ ગંદા થઇ જાય છે. જેને પહેરવાથી પ્રાઇવેટ પાર્ટ્સમાં ઇન્ફેક્શન થવાનો ડર રહ્યા કરે છે. રાતે સૂતા પહેલા પેન્ટી જરૂરથી બદલો.

પેન્ટી ખરીદતી વખતે તમારી સાઇઝનું પણ પૂરું ધ્યાન રાખો. ફીટ પેન્ટી પહેરવાથી રેસિસ થવાનો ડર રહે છે. પેન્ટી ખૂબ ઢીલી કે ફીટ હોવી જોઇએ નહીં. હંમેશા તમારી સાઇઝના પ્રમાણે જ અંડરગાર્મેન્ટસ પહેરો. કપડાનું ફિટીંગ બરોબર આવશે.

દરેક ચીજ વસ્તુઓની જેમ પેન્ટીની પણ એક્સપાઇરી ડેટ હોય છે. આ 6-8 મહિના જ ચાલે છે. પેન્ટીને ધોતી વખતે લાપરવાહી કરવામાં આવે તો એ ખજલ્દી ખરાબ થઇ જાય છે. જો એનું ઇલાસ્ટિક ખરાબ થઇ જાય અથવા ફેબ્રિક ખાબ થઇ જાય તો એને ફેંકી દો.

http://sambhaavnews.com/

You might also like