આ 4 વાત શેર કરવી girlsને પસંદ નથી, પોતાના પાર્ટનરથી રાખે છે છુપાવીને!

મનમાં વિચારોનું પ્રોસેસિંગ થતું જ રહે છે. એવા વિચાર પણ હોય છે જે આપણે કોઈને કહેતા નથી. જ્યારે કે કેટલીક વાતો આપણે પોતાના નજીકનાઓ સાથે શેર કરીએ છીએ. જોકે, કેટલીક વાર મનમાં સંગ્રહી રાખેલા વિચારો ચિંતાનું કારણ પણ બની શકે છે. અમુક બાબતો વિશે ક્લોઝ ફ્રેન્ડ સાથે શેર કરવી જરૂરી છે, બની શકે એનો ઉપાય કેવાથી મળી જાય અને ખાલી ખાલી મુંઝાવું ન પડે.

પણ કોને કહેવી વાત? મહિલાઓ પોતાના નજીકઓ સાથે કેટલીક જ વાત શેર કરે છે. અને કેટલીક વાત શેર કરતા અચકાય છે. અમુક વાતને તેઓ રાઝનો રાઝ જ રહેવા દે છે. જોકે, કેટલીક વાતો રાઝ રહે એમાં જ બધાનું ભલું હોય છે. આવો જાણીએ કે મહિલાઓને કેવી વાતો પોતાના બોયફ્રેન્ડ કે હસબન્ડ સાથે શેર કરવી નથી ગમતી.

1. ભૂતકાળનો પ્રેમ
ભલે કોઈ પણ મહિલા હોય તેને પોતાના પાસ્ટ વિશે પૂછવામાં આવે ત્યારે તે જરૂર અચકાશે. કોઈ પણ ગર્લને પોતાના ભૂતકાળના પ્રેમ વિશે ભાવિ પતિ કે બોયફ્રેન્ડને કહેવું ગમતું નથી. કદાચ તેઓ એમ માનવા લાગે છે કે તેમના સાથીને જ્યારે તેના વિશે ખબર પડશે તો તેમના વિશે નેગેટિવ થિંકિંગ કરવા લાગશે અને કદાત તેમને છોડી દેશે એવી ચિંતા પણ સતાવતી હોય. આ કારણથી જ મહિલાઓ પોતાના પાસ્ટ વિશે છુપાવવાનું પસંદ કરે છે. અથવા ઊડતી માહિતી આપી દે છે.

2. ગર્લી વાતો
અમુક ગર્લને પોતાની પર્સનલ વાતો પુરુષો સાથે શેર કરવી નથી ગમતી. અને તેઓ ગર્લી વાતોને પુરુષોના કાનથી દૂર જ રાખવાનું પસંદ કરે છે. જેમ પુરુષો સહેલાઈથી કોઈ પણ પર્સનલ વાત શેર કરશે પરંતુ ગર્લ્સને એવું નથી પસંદ હોતું.

3. મેકઅપ બોક્સ
ગર્લસને પોતાના મેકઅપ વિશે પુરુષો પૂછે એ પસંદ નથી. અને તેમના મેકઅપ બોક્સ પર નજર નાંખે એ તો સાવ જ પસંદ નથી હોતું.

4. પરિવાર વિશે
ગર્લ્સને જરાય પસંદ નથી કે તેમના સાથી તેના પરિવાર કે કુટુંબીજનો સાથે જોડાયેલી વાતો વિશે પૂછ્યા કરે અને મેહણાં-ટાણાં મારે. એટલા માટે ઘણી મહિલાઓ પોતાના પોતાના ઘર સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરવાની ટાળે છે અને ખાસ તો નગેટિવ વાતો પોતાના પાર્ટનર સાથે છુપાવવાનું વધારે બહેતર માને છે.

You might also like