ગર્લફ્રેન્ડ મળતાની સાથે કાંઇક આ રીતે બદલાઇ જાય છે યુવાનો..

યુવાનોના મિત્ર વર્તુળમાં હંમેશા એ રીતની વાતો થતી હોય છે જ્યારથી ગર્લફ્રેન્ડ મળી છે ત્યારથી તે ખૂબ જ બદલાયેલો બદલાયેલો  લાગે છે. આવી વાતો મિત્ર વર્તુળમાં ભલે મજાક મજાકમાં થતી હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રેમ થયા પછી વાસ્તવમાં લાઇફમાં અનેક પરિવર્તન આવે જ છે.

માત્ર વ્યવહારમાં જ નહીં પરંતુ જીવનશૈલીમાં પણ અનેક પ્રકારના પરિવર્તન આવે છે. મિત્રો સાથે મળવાનું ઓછું થઇ જાય છે. ગર્લફ્રેન્ડ મળી ગયા પછી યુવાનો મોટાભાગનો સમય ગર્લફ્રેન્ડ સાથે જ વિતાવે છે. તેની સાથે ફરવું વાતો કરવી તે તેની પ્રાથમિકતા બની જાય છે.

ગર્લફ્રેન્ડ મળી ગયા પછી મોટાભાગના યુવાનો જુઠ્ઠુ બોલતા થઇ જાય છે. જો કે પહેલેથી જુઠ્ઠુ તો બોલતા જ હોય છે. પણ ગર્લફ્રેન્ડ આવ્યા પછી જુઠ્ઠુ બોલવાનું વધી જાય છે. યુવાનો પોતાના દેખાવને લઇને વધારે જાગૃત બની જાય છે. છોકરીઓ માટે તેમનો દ્રષ્ટિકોણ ખૂબ જ બદલાઇ જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં આ રીતનું પરિવર્તન સકારાત્મક હોય છે. સમયની કિંમત સમજવા લાગે છે અને પહેલાં કરતાં વધારે સમજદાર બની જાય છે. સિંગલ મિત્રોને તે સલાહ આપવા લાગે છે.

 

You might also like